આયુષ્યમાન કાર્ડની સહાય મર્યાદા હવે ૧૦ લાખ કરાઈ

ભારત સરકારની વિવિઘ યોજનાઓમાંની એક સૌથી સફળ અને સૌથી સરસ યોજના એટલે આયુષ્માન ભારત યોજના.સૌથી ગરીબ દર્દીઓને કોઈ પણ મોટી તકલીફનો સામનો કરવો ન પડે એ માટે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડમાં ૫ લાખ સુધીની સહાય મર્યાદા ૧૦ લાખ રૂપિયા સુધી કરવાની કવાયત હાથ ધરાઈ છે.

અમદાવાદ કમલમ દૈનીક બ્યુરોચીફ રાકેશ ક્ષત્રિય નાં નેતૃત્વ માં કમલમ દૈનીક અખબાર બેનર હેઠળ અત્યાર સુધી આશરે 3500 વ્યક્તિઓ નું આયુષ્માન કાર્ડ બનાવડાવવા માં આવ્યું છે.

કાર્ડ બનાવવા માટે જરૂરી પુરાવા

  1. આધાર કાર્ડ ( જેમનું બનાવવા નુ હોય તેમનું )
  2. રાશન કાર્ડ (બારકોડ વાળું )
  3. આવક નો દાખલો ( મામલતદાર નો )
    નોંધ:- ઘરનાં મુખ્ય વ્યક્તિનું આયુષ્માન કાર્ડ નિકળી ગયા પછી જ ઘરનાં બીજા સભ્યોએ આયુષ્માન કાર્ડ માટે એપલાઈ કરવું. – આપનું રેશનકાર્ડ ફોર્મ ૬-બ ભરીને અંગ્રેજી ભાષામાં અપડેટ થયેલ તેમજ બારકોર્ડેડ હોવુ જોઈએ.

આયુષ્માન કાર્ડ ના ફાયદા

  • કેન્સર, હૃદય અને કિડની ની બીમારી
  • 1300 બીમારીઓની મફત તપાસ
  • 1350 સર્જરીની મફત તપાસ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *