શ્રી એમ. કે .શાહ (લાટીવાળા) સાયન્સ કોલેજમાં મેંહદી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી

ધી મ. લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી એમ કે શાહ (લાટીવાળા) સાયન્સ કોલેજમાં એડવાઇઝર શ્રી ડૉ એસ. ડી .વેદિયાના માર્ગદર્શન હેઠળ મેંહદી અને ચિત્ર સ્પર્ધા ઊજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધા માં ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં કા.આચાર્ય પ્રિયંકા બેન પટેલ અને સ્પર્ધા ના કન્વીનર ડૉ. અંજલિબેન એમ. પટેલ, મિત્તલ પી. પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.ચિત્ર સ્પર્ધા માં પ્રથમ ક્રમે , નીલ મેહતા , દ્વિતીય ક્રમે દમીયંતી વાઘેલા ,તૃતીય ક્રમે આરતી પરમાર , રહ્યાં હતાં. તેમજ મેંહદી સ્પર્ધા માં પ્રથમ ક્રમે, ઉપાધ્યાય ઝીંકલબેન ,દ્વિતીય ક્રમે, ખાંટ કોમલબેન,તૃતીય ક્રમે ચૌધરી દિયાબેન રહ્યા હતા.સફળ આયોજન બદલ મંડળના પ્રમૂખ શ્રી નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ એ અભિનંદન પાઠવ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *