


તમામ પ્રવેશ ઈચ્છુક સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે ધોરણ-૬ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા (વર્ષ 2023-24) માટે વહીવટીય કારણોસર ઓનલાઈન અરજી કરવાની તારીખ 15.02.2023 સુધી લંબાવવામાં આવેલ છે. ઉમેદવાર Www.navodaya.gov.in પર અને https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટ પરથી વિનામૂલ્યે અરજી કરી શકે છે.
વધુમાં ઓનલાઈન સુધારા માટેની વિન્ડો 16 અને 17 મી ફેબ્રુઆરીએ ખોલવામાં આવશે. નોંધાયેલ વિદ્યાર્થીઓના ડેટામાં ફક્ત જાતિ, (પુરુષ/સ્ત્રી), વર્ગ (સામાન્ય/ઓબીસી/એસ.સી./એસ.ટી.), ક્ષેત્ર (ગ્રામીણ/શહેરી), વિકલાંગતા અને પરીક્ષાના માધ્યમમાં જ સુધારો થઇ શકશે.એમ જવાહર નવોદય વિદ્યાલય બોરખડી, જિ. તાપીના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
