
રિપોર્ટ ,મયુર પટેલ
મહુવા તાલુકા માં મહુવરીયા ના ઉંચી ફળિયા માં અંબિકા હાઈસ્કૂલમાં આગામી તા. 11- 12 ફેબ્રુઆરી 2023 ના રોજ ગાંધી વિદ્યાપીઠ વેડછી આયોજિત સુરત અને તાપી જિલ્લાનો 74 મો ગાંધીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય જુગતરામ દવે ની પ્રેરણાથી 1948 થી ગાંધીના વિચારોનો ગામે ગામ પ્રચાર પ્રસાર થાય એવા આશય સાથે ગાંધીમેળાને શરૂ કરવામાં આવ્યો હતો.
સુરત અને તાપી જિલ્લાના લોકો ગાંધી મેળાનો બહોળી સંખ્યામાં ભાગ લે તે માટે વેડછી વિદ્યાપીઠમાંથી અર્જુનભાઈ અને તેમની ટીમ દ્વારા મહુવા અને વ્યારા તાલુકાના ગામોમાં પ્રચાર પસાર કરવા માં આવી રહ્યો છે. તેમની ટીમ દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ હાઇસ્કુલો, આશ્રમશાળાઓ,ઉત્તર બુનિયાદીઓ અને સુરત -તાપી જિલ્લા પંચાયતની શાળાના બાળકોને ગાંધી ગીતો શીખવવામાં આવી રહ્યા છે.સાથે ગામોમાં સાંજે 3 થી 5 ના સમયગાળા દરમિયાન પ્રસાર સમિતિના ગાંધીજીના જીવન દર્શાવતા અને આઝાદીના વર્ષો પછી આવેલ આમુલ પરિવર્તન અને આઝાદીના અમૃત મહોત્સવ ના ત્રણ જેટલા ટેબ્લેટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગાંધીગીતો તથા દેશભક્તિ ગીતો સાથે રેલી વિવિધ ગામોમાં પ્રચાર પ્રસાર કરી રહી છે.
આ રેલી આજરોજ ઠક્કરબાપા આશ્રમશાળા વહેવલ થી સમુલ ડેરી પ્રમુખ અને મહુવા સુગર ફેક્ટરીના પ્રમુખ અને ગાંધીમેળા સ્વાગત સમિતિના અધ્યક્ષ માનસિંગભાઈ પટેલ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. સુરત અને તાપી જિલ્લાના ગાંધી વિચારકો અર્જુનભાઈ, સમીરભાઈ, યોગેશભાઈ સાથે વહેવલ સરપંચ સંજયભાઈ પટેલ નારણભાઈ પટેલ ભુલાભાઈ પટેલ વિપુલભાઈ પટેલ મહુવા ડિરેક્ટર સુગર ફેક્ટરી બાલુભાઈ(કોષ) ઠાકોરભાઈ (અનાવલ) શિલ્પાબેન અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા .
આ રેલી નું સ્વાગત વહેવલ દૂધ મંડળીના પ્રમુખ નરોત્તમભાઈ પટેલ અને વ્યવસ્થાપક કમિટી ના સભ્યો દ્વારા કરાયું હતું.રેલી વહેવલ ગામમાં ફયૉ બાદ દૂધ મંડળીના પ્રાંગણમાં સભાના સ્વરૂપે ફેરવાઈ હતી. દૂધ મંડળીના વ્યવસ્થાપકો તરફથી રેલીમાં ભાગ લેનારો માટે પારલેજી બિસ્કીટ વ્યવસ્થા કરવામાં આવી હતી.
અર્જુનભાઈએ ગાંધીમેળાનો હેતુ અને યોજનાર કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.ઉત્તર બુનિયાદી વહેવલના આચાર્ય પ્રેમકુમાર ગોસ્વામીએ ગાંધીજીના પ્રસંગ વર્ણવ્યા હતા.અને લોકોને બહોળી સંખ્યામાં ગાંધી મેળાનો લાભ લેવા જણાવ્યું હતું.
આ ગાંધી મેળામાં સત્ય,અહિંસા, શાંતિ, સર્વધર્મ સંમભાવ, સામાજિક ન્યાય, સજીવખેતી, નઈ તાલીમ, ગ્રામસ્વરાજ, સ્વદેશી ,પર્યાવરણ સુરક્ષા,વ્યસનમુક્તિ વગેરે વિચારોનો પ્રચાર પસાર કરવામાં આવશે. સાથે મહિલા સંમેલન, બાળમેળો,સાંસ્કૃતિક કાર્યક્રમ, શાંતિસેવા રેલી, બાળ નગરી, કાંતણ વણાંટ ના કાર્યક્રમો થશે. સુમુલ ડેરી સુરત તરફથી વિવિધ માર્ગદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ખાદી ગ્રામ ઉદ્યોગ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા ખાદી તથા ગાંધી સાહિત્યનું વેચાણ થશે.ગાંધી મેળામાં આવનાર લોકો માટે આનંદમેળો આકર્ષણ રહેશે.
