ભરૂચ એમ કે કોમર્સ કોલેજની દિવ્યાંગ વિદ્યાર્થીનીએ ત્રણ મેડલ પ્રાપ્ત કરીને ભરૂચનું ગૌરવ વધાર્યુ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ભરૂચની એમ કે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થીની ડીમ્પી હિતેશભાઈ પટેલે હાલમાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ 49 માં ખેલ મહોત્સવમાં ગોળાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, 50 મીટર દોડની સ્પર્ધામાં સિલ્વર મેડલ અને લાંબી કુદની સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ભરૂચ કોલેજનું ગૌરવ વધાર્યું છે. ડીમ્પી પટેલની આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય વિજય જોશીએ તેમને સન્માનિત કર્યા હતા અને ભરૂચ જિલ્લાનું ગૌરવ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *