માણસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલના સૌજન્યથી માણસા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું

માણસા ખાતે જ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુજીના અભિંભાષણ પર આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના રાજ્યસભામાં સંબોધન કરવામા આવ્યુ.

 ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લા આયુર્વેદ કચેરીના ઉપક્રમે અને માણસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલના સૌજન્યથી માણસા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
  આ આયુષ મેળામાં નાગરિકોને વિવિધ પ્રકારના રોગોના નિદાન અને ઉપચાર માટેની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે પણ લોકજાગૃતિ કેળવાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોરોના મહામારીમાં લોકસેવાની પ્રશંશનીય કામગીરી કરનાર સુજ્ઞ વૈદ્યશ્રીઓને સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.
  ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલે આ તબક્કે જણાવ્યું હતું કે યોગ અને આયુર્વેદ આજે સમગ્ર વિશ્વમાં સર્વસ્વીકૃત અને સર્વપ્રિય બન્યા છે તેનો શ્રેય આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અવિરત પ્રયાસોને જાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના મક્કમ નિર્ધાર ને પરિણામે જ આજે જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વનું સૌ પ્રથમ "ટ્રેડિશનલ મેડિસન સેન્ટર" બનવા જઈ રહ્યુ છે. જેના પરિણામે ભારતીય જ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને બળ મળશે અને નાગરિકોને તેનો લાભ મળશે.
 બાદમાં શ્રી પટેલે માણસા શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે માણસા ખાતે જ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુજી ના અભિંભાષણ પર આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના રાજ્યસભામાં સંબોધન ને સાંભળ્યું હતું.
  આ કાર્યક્રમોમાં માણસા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપાના પદાધિકારીઓ, માણસા શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM