મોડાસાના સાયરા નજીક અતિપુરાણિક સ્થળ ભમરેચી માતાજી મંદિર ખાતે વડાદીતવારનો લોકમેળો યોજાશે

સાયરા નજીક અતિપુરાણિક સ્થળ ભમરેચી માતાજી મંદિર ખાતે વડાદીતવારનો લોકમેળો તા.૨૬/૦૨/૨૦૨૩ના રોજ યોજાનાર છે જે અનુસંધાનમાં જણાવવાનું કે મોડાસા ના સાયરા નજીક અતિ પ્રાચીન તેમજ ગુજરાત સરકારના પ્રવાસન સ્થળ તરીકે નામાંકન પામેલ શ્રીભમરેચી માતાજીનું મંદિર આવેલ છે. જ્યાં ફાગણ માસના પ્રથમ રવિવારે લોક પરંપરાગત લોક મેળો ભરાય છે. જ્યાં વર્ષોથી નાના બાળકો ની ચૌલ ક્રિયા ની પ્રાચીન પ્રથા લોક પરંપરાગત રીતે મનાવાય છે. અને સદર લોક મેળામાં ગુજરાત તેમજ રાજસ્થાનથી ૨૦ હજાર ઉપરાંત શ્રદ્ધાળુઓ પરોઢે 5:00 વાગે થી જ પોતાની મનોકામના પૂર્ણ કરવા નિજ મંદિર આવે છે. સદરપ્રથા મહાભારતકાળથી અવિરત પણે ચાલી આવી છે. નિજ મંદિરે ભીમ પુત્ર ગટોર ગચ્છની પણ ચૌલ ક્રિયા કરવામાં આવેલ તેવી લોકમાન્ય પંથકમાં પ્રચલિત છે.

તમામ ભક્તોને નમ્ર વિનંતી કે સદર ભમરેચી મંદિર ખાતે વડાદીતવારના લોકમેળામાં એટલે કે તારીખ૨૬/૦૩/૨૩ ના રોજ રવિવારે ભરાવવાનો હોય મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ નું પણ આયોજન કરેલ છે. આ વર્ષે મેળો રાબેતા મુજબ હોય શ્રદ્ધાળુ હોય માતાજીના દર્શન નો લાભ લેવા વિનંતી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *