
રિપોર્ટ ,મયુર પટેલ
‘વિશ્વ તમાકુ દિવસ “ને ધ્યાનમાં રાખી તાલુકા હેલ્થ કચેરી, નડિયાદ તથા જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ, નડિયાદના સંયુકત ઉપક્રમે “તમાકુ નિષેધ ” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજના આશરે ૧૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓએ પોતાના વકતવ્યમાં ખાસ જણાવ્યું હતું કે આજની યુવા પેઢીનો નશો જે વિનાશને નોતરે છે અને થોડીક મિનિટની મજા એ માણસને સ્વયં પોતાનો હાય યમરાજનાં હાથમાં આપવા મજબુર કરી દે છે. આ સ્પર્ધામાં આરોગ્ય વિભાગમાંથી શ્રી જીગરભાઈ પરમાર, સંદીપભાઈ ચૌહાણ, વૈભવભાઈ વાળંદ ઉપરાંત કોલેજના આચાર્ય ર્ડા. એ.એમ.પટેલ સાહેબ તથા કોલેજના ઓફિસ સુપ્રિ. હરિશભાઈ એમ.પારેખ ઉપસ્થિત રહીને સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કોલેજના ગણિતશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ર્ડા. એસ.બી. લખનોતા સાહેબ તથા રસાયણશાસ્ત્ર વિભાગમાંથી આસી પ્રોફે. રક્ષિત પટેલ ઉપસ્થિત રહયાં હતાં. ઉપરાંત નિર્ણાયકો ધ્વારા પણ ખાસ વ્યક્તવ્ય આપવામાં આવ્યું અને સમજાવ્યું કે બીડી એ કેવી રીતે જીવનમાં સ્વર્ગની સીડી બનવા મજબૂર કરે છે, અને નશામુકત કઈ રીતે રહી શકાય? કાર્યક્રમના અંતે પ્રથમ, દ્વિતીય, તૃતીય ઈનામ આપવામાં આવ્યા તેમાં પ્રથમ મન્સુરી જબીન, ધ્વિતીય મલેક નાઝનીન અને તૃતીય ક્રમે પારેખ ધરતી આવેલ. આચાર્યશ્રીના વરદ્ હસ્તે ઈનામ વિતરણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી
