ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને આણંદ અને ખેડા જિલ્લાના અધિકારીઓ તથા ચૂંટાયેલાપ્રતિનિધિશ્રીઓની સંકલન બેઠક યોજાઈ

રિપોર્ટ : બીના પટેલ

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ગૃહ વિભાગ ,રમતગમત વિભાગ તથા વાહન વ્યવહાર વિભાગની તાબાની કચેરીઓ સાથે વિવિધ જિલ્લાના અધિકારીઓ તથા સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા સંગઠનના મહાનુભાવો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ સાથે તબક્કાવાર સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત આજે ગાંધીનગર ખાતે આણંદ અને ખેડા જિલ્લાના અધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ પ્રશ્નો અને તેના સમાધાન માટે ચર્ચા કરી મંત્રીશ્રી દ્વારા જરૂરી કાર્યવાહી માટે અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ તેમજ રમતગમત વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે રાકેશ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *