







=ખેડૂત વિભાગ ની 10 ,વેપારી વિભાગ ની 4 અને સહકારી વિભાગ મળી 16 બેઠક ઉપર મતદાન થયું હતું
=ભાજપ પ્રેરિત ખેડૂત સમર્પણ પેનલ અને ખેડૂત સહકાર પેનલ વચ્ચે જંગ જામ્યો હતો
=ભાજપ પ્રેરિત પેનલે ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 3 મળી કુલ 13 બેઠક ઉપર ભવ્ય વિજય મેળવ્યો હતો
કમલમ્ ન્યુઝ,
વાલિયા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં ભાજપે ભગવો લહેરાવ્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 અને સહકારી વિભાગ 2 મળી કુલ 16 બેઠક ઉપર ગત તા 17 મી એપ્રિલ ના રોજ થયેલ મતદાન ની મંગળવાર ના રોજ હાથ ધરાયેલ ગણતરી માં ભાજપ પ્રેરિત ખેડૂત સમર્પણ પેનલ નો ભવ્ય વિજય મેળવ્યો હતો. વાલિયા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની 16 બેઠક ની ચૂંટણી માં યોગેન્દ્રસિંહ મહિડા અને મહેન્દ્રસિંહ મહિડા ના વડપણ ભાજપ પ્રેરિત ખેડૂત સમર્પણ પેનલ અને ખેડૂત સહકાર પેનલે ચૂંટણી માં ઝુકાવ્યું હતું. આ ચૂંટણી નું તા 17 મી એપ્રિલ ના રોજ મતદાન યોજાયું હતું જેમાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 3 મળી કુલ 13 બેઠક ઉપર ભાજપ પ્રેરિત પેનલ નો ભવ્ય વિજય મેળવ્યો હતો. આ વચ્ચે એક બેઠક માટે તાઈ પડી હતી જેમાં બંને પેનલ ના ઉમેદવારો ને 108-108 મત મળ્યા હતા જો કે અંતિમ નિર્ણય ચિઠ્ઠી ઉછાળીને કરવામાં આવતા એ બેઠક પણ ભાજપ પ્રેરિત પેનલ ના ઉમેદવાર ની જીત થઇ હતી તો સામે ખેડૂત સહકાર પેનલ માં વેપારી વિભાગ માં 1 બેઠક અને સહકારી વિભાગ માં બે બેઠકો ઉપર જીત મેળવી હતી