ડીસા એપીએમસી માં રબારી સમાજ ના આગેવાન અને ધારાસભ્ય માવજી દેસાઈ ની ભાજપ પેનલ નો દબદબો યથાવત

ખેડૂત વિભાગ ની 10 બેઠક માં ભાજપ ના નવ અને કોગ્રેસ ના એક ઉમેદવાર વિજેતા બન્યાં

ડીસા એપીએમસી ની ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણી ની મત ગણતરી મંગળવારે બજાર સમિતિ કાર્યાલય માં યોજાઈ હતી. જેમાં માવજી દેસાઈ ની ભાજપ પેનલ ના નવ ઉમેદવારો અને સામા પક્ષે કોગ્રેસ ના એકમાત્ર ગોવાભાઈ દેસાઈ વિજેતા બન્યાં હતા. આમ એપીએમસી માં રબારી સમાજ ના આગેવાન, વર્તમાન ચેરમેન અને ધારાસભ્ય માવજી દેસાઈ ની પેનલ નો દબદબો યથાવત રહ્યો હતો અને સામે પક્ષે કોગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈ ની પેનલ નો કારમો પરાજય થયો હતો.
ડીસા એપીએમસી ચૂંટણી અધિકારી અને જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) યુવરાજસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક સાથે સાત રાઉન્ડ માં મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. સવારે નવ વાગ્યા થી શરૂ થયેલી મત ગણતરી સાંજના ચાર કલાક સુધીં ચાલી હતી. જેમાં ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન અને ધારાસભ્ય માવજી દેસાઈ ની ભાજપ પેનલ ના નવ ઉમેદવાર અને સામા પક્ષે કોગ્રેસ ના એકમાત્ર ગોવાભાઈ દેસાઈ વિજેતા બન્યા હતાં. જયારે તેમની પેનલ ના નવ ઉમેદવાર ને પરાજય નો સામનો કરવો પડ્યો હતો. આમ, ગુજરાત રબારી સમાજ ના આગેવાન, ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન અને ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ ની પેનલ સતત ત્રીજી વખત બહુમતી સાથે ચૂંટાઈ આવતાં એપીએમસી માં ભાજપ અને માવજી દેસાઈ નો દબદબો યથાવત રહેવાં પામ્યો હતો. જયારે કોગ્રેસ ના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈ ની પેનલ ને કારમી હાર ચાખવાનો વારો આવ્યો હતો.

  • ખેડૂતો એ મુકેલા વિશ્વાસ ને સાર્થક કરીશું

એપીએમસી ચૂંટણીમાં અમારી પેનલ ના 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા તેમજ આજે યોજાયેલી ખેડૂત વિભાગ ની મત ગણતરી માં અમારી ભાજપ પેનલ ના 10 માંથી નવ ઉમેદવારો વિજેતા બન્યાં છે. જેથી ખેડૂતો એ અમારા ઉપર મુકેલા વિશ્વાસ ને ટકાવી રાખીશું તેમ ડીસા એપીએમસી ના ચેરમેન અને ધારાસભ્ય માવજી દેસાઈ એ જણાવ્યું હતું.

  • ભાજપ માં માવજી દેસાઈ નું કદ વધી ગયું

ગુજરાતમાં રબારી – માલધારી સમાજ નું પ્રતિનિધિત્વ કરતાં માવજી દેસાઈ તાજેતરમાં જ ધાનેરા વિધાનસભા ચૂંટણી માં બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા બાદ તેઓની આગેવાની માં યોજાયેલી ડીસા એપીએમસી ની ચૂંટણી માં બહુમતી સાથે ભાજપ ની પેનલ વિજેતા બનતાં ભાજપ માં માવજી દેસાઈ નું કદ વધી જવા પામ્યું છે.

  • ધારાસભ્ય માવજી દેસાઈ અને પ્રવિણ માળી ની મહેનત રંગ લાવી

ડીસા એપીએમસી માં સંચાલક મંડળ ની 16 બેઠકો પૈકી છ બેઠક બિનહરીફ થઈ હતી. જયારે ખેડૂત વિભાગની 10 બેઠક ના ઉમેદવાર ને બહુમતી સાથે વિજેતા બનાવવા માટે ધાનેરા ધારાસભ્ય અને ચેરમેન માવજી દેસાઈ, ડીસા ધારાસભ્ય પ્રવિણ માળી, જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃત દવે તેમજ નરસિંહ દેસાઈ સહિત રાજકીય, સહકારી અને સામાજીક આગેવાનો ની મહેનત રંગ લાવી હતી.

  • ખરીદ વેચાણ (તેલીબિયા) વિભાગ ભાજપ ના બિનહરીફ ઉમેદવાર
  • માવજીભાઈ મગનભાઈ દેસાઈ (ધારાસભ્ય) – બિનહરીફ
  • બાબુભાઈ વેલાભાઈ પાનકુટા – બિનહરીફ
  • વેપારી વિભાગ ભાજપ ના બિનહરીફ ઉમેદવાર
  • રમેશકુમાર બાબુલાલ માળી
  • રાજેશકુમાર કનુભાઈ ભરતીયા
  • અરજણભાઈ ધર્માભાઈ પટેલ
  • રમેશભાઈ ભીખાભાઈ દેસાઈ
  • ખેડૂત વિભાગના ભાજપ ના વિજેતા ઉમેદવારો ની યાદી
  • ઈશ્વરભાઈ હરીભાઈ રબારી (દામા)
  • રામજીભાઈ વાહજીભાઈ રબારી (નાગફણા)
  • કલ્યાણભાઈ ગોવાભાઈ રબારી (રાણપુર)
  • ખેતાભાઈ જગમાલભાઈ રબારી (ઢેઢાલ)
  • કરશનભાઈ સતાભાઈ કણબી (ટેટોડા)
  • જીગરભાઈ ભગવાનભાઈ રબારી (વરનોડા)
  • રેવાભાઈ મોહનભાઈ રબારી (ગજનીપુર)
  • ગમનભાઈ રાણાભાઈ રબારી (ખરડોસણ)
  • પ્રકાશભાઈ નાગજીભાઈ રબારી (દામા)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *