નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ખાતે બે દિવસીય નેશનલ ટેક્ષ કોન્ફરન્સ “TAXCON”નું દિપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકતા સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયમૂર્તિશ્રી રાજેશભાઈ બિંદાલ અને અતિથિ વિશેષ તરીકે ગુજરાત હાઈકોર્ટના માન.જજશ્રી ભાર્ગવભાઈ કારીયા

દેશભરમાંથી ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિસનર્સ(વેસ્ટઝોન) તેમજ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ અને ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત તથા ભરૂચ ડિસ્ટ્રીક્ટ ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસનર્સના સહયોગથી અંદાજે ૩૦૦ જેટલા લોકો બે દિવસીય સેમિનારમાં સહભાગી થયા

ટેક્ષને લગતા વિવિધ નિષ્ણાંતોએ ડાયરેક્ટ ટેક્ષ(ઈન્કમટેક્ષ) તેમજ ઈનડાયરેક્ટ ટેક્ષ (GST) અંગે ચર્ચા વિચારણા અને માર્ગદર્શન પુરૂં પાડ્યું : ટેક્ષ બાબતે પડતી મુશ્કેલીઓ અંગે સંશોધનપત્ર તૈયાર કરાશે

ટેક્ષનું કામકાજ કરતા સમયે ઉદભવતા પ્રશ્નો તેમજ મુંઝવણનું નિરાકરણ તેમજ સમજૂતી માર્ગદર્શન આપવા બાબતે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર-કેવડિયા ખાતે ધ ફન સરદાર સરોવર રિસોર્ટ ખાતે બે દિવસીય નેશનલ ટેક્સ કોન્ફરન્સ “TAXCON” નું આયોજન તા. ૨૯ અને ૩૦મી એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. આ સેમિનારનું સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયમૂર્તિશ્રી રાજેશભાઈ બિંદાલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે ગુજરાત હાઈકોર્ટના માનનીય જજશ્રી ભાર્ગવભાઈ કારીયા અને ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસનર્સ(વેસ્ટઝોન), તેમજ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ટેક્સ એડવોકેટ એસોસિએશનના હોદ્દેદારો અને ટેક્સને લગતા નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ માનનીય જજશ્રી રાજેશ બિંદાલે પ્રાસંગિત પ્રવચનના પ્રારંભે જ નમસ્કાર…કેમ છો…મઝામાં છો…ગુજરાત અમને સારું લાગે છે…મારા સૌને પ્રણામ તેમ કહી ગુજરાત એક ઐતિહાસિક રાજ્ય છે. સાથે જ ગુજરાતનો આતિથ્યભાવ- ભોજન અને વાનગીઓનો સ્વાદ પણ સારો છે તેમ કહ્યું હતું. ગત વર્ષે કેવડિયા ખાતે કોન્ફરન્સમાં અમે આવ્યા હતા તે વખતનો અનુભવ સુંદર અને યાદગાર રહ્યો હતો. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબને યાદ કરી ઐતિહાસિક બાબતોને યાદ કરી સરદાર સાહેબે અખંડ ભારતના નિર્માણમાં જે રજવાડાઓને એકત્રિક કર્યા તે અભૂતપૂર્વ ઘટના છે. અને કેવડિયા ખાતે ૧૮૨ મીટરની સૌથી ઊંચી પ્રતિમા એકતા-ભાઈચારા-અખંડિતતાના દર્શન કરાવે છે. પ્રવાસન સ્થળ તરીકે સુંદર છે. ગુજરાતનો વિકાસ પણ ઝડપી અને અસરકારક છે. આ પ્રસંગે સેમિનારને સંબોધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઈન્કમટેક્ષ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ તેમજ ઈનડાયરેક્ટ ટેક્ષ(જીએસટી)માં મુંઝવણ અને નિરાકરણ બાબતે શિબિરાર્થીઓને ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના આદરણીય જસ્ટિસશ્રી ભાર્ગવભાઈ કારીયાએ સૌને આવકારી અહીં બે દિવસીય ચિંતન મનન અને નિષ્કર્ષ ઉપર કામ કરવા બદલ આયોજકોને બિરદાવ્યા હતા અને “ટેક્ષકોન” બાબતે પ્રાસંગિક ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું. આયોજકો દ્વારા બંને ન્યાયમૂર્તિઓને પૂજ્ય ગાંધીજીનો પ્રિય ચરખો અને સરદાર સાહેબની પ્રતિમા અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને એસોસિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિરેક્ટરી અર્પણ કરાઈ હતી. ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિસનર્સના રાષ્ટ્રીય પ્રમુખશ્રી પંકજ ઘીયાએ જણાવ્યું કે, એકતાનગર-કેવડિયામાં યોજાયેલી નેશનલ કોન્ફરન્સમાં ઈન્કમટેક્સ અને જીએસટીના વિષયો ઉપર ચર્ચા કરાશે. ખાસ કરીને જીએસટીમાં જે રોજિંદા ફેરફારો આવી રહ્યા છે, તેનાથી શું પરિવર્તન આવશે અને કેવી અસરો થશે તેના ઉપર દેશભરમાંથી આવેલા વિષય નિષ્ણાંતો દ્વારા શિબિરાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. જીએસટીમાં આવતા નવા ફેરફારોનું જમાપાસું અને તેના અમલીકરણમાં શું ધ્યાન રાખવું તેની પણ ચર્ચાઓ થશે. જીએસટી અને ઈન્કમટેક્ષના જટીલ વિષયો ઉપર ભાર વધુ મૂકવામાં આવશે તેમજ ફેડરેશનના સભ્યોને મૂંઝવતા પ્રશ્નો અહીં રજૂ થશે. જેનું નિષ્ણાંતો દ્વારા નિવારણ સાથે યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. ઈન્કમટેક્ષ-જીએસટીના અમલીકરમાં વધુ પડતી મૂંઝવણો જણાય તો તેનું એક પ્રેઝન્ટેશન બનાવીને પેપરવર્ક કરી સરકારમાં વિચારણા માટે મોકલવામાં આવશે. જેથી સમગ્ર ભારતમાં જીએસટી-ઈન્કમટેક્ષના અમલીકરણમાં સરળતા ઊભી કરી શકાય તેમ તેઓશ્રીએ જણાવ્યું હતું. એકતાનગર ખાતે યોજાયેલી નેશનલ કોન્ફરન્સના ચેરમેનશ્રી અને ટેક્સ એડવોકેટશ્રી ભાસ્કરભાઈ પટેલે જણાવ્યું કે, ઈન્કમટેક્ષ અને જીએસટીના અમલીકરણને ધ્યાનમાં રાખીને સમયાંતરે આખા દેશમાં આવી રીતે કોન્ફરન્સ કરતા રહીએ છીએ. જેમાં રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ ટેક્સ પ્રેક્ટિસનર્સને પડતી કાયદાની વિસંગતતાઓ અને તેના નિવારણ માટે સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસ દ્વારા કાયદાકીય માર્ગદર્શન તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા નિષ્ણાંત ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડી પ્રેક્ટિસનર્સની સમસ્યાઓના નિવારણ માટે પ્રયાસો કરવામાં આવે છે. આ બે દિવસીય કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ(સેન્ટ્ર ઝોન)ના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સેમિનારમાં શ્રી પંકજભાઈ શાહ, શ્રી અશ્વિનભાઈ આચાર્ય, શ્રી સમીરભાઈ જાની, શ્રી વિનયભાઈ જોલી, શ્રી સુનિલભાઈ નેવે, શ્રી દિપકભાઈ અમીન સહિત અનેક નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભાવિનભાઈ પટેલે આભારવિધી કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુશ્રી સ્વાતીબેન શાહે કર્યું હતું. ઉદઘાટન કાર્યક્રમના પ્રારંભે ગણેશ વંદના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સરદાર સાહેબની પ્રતિમા અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગાન કરી સમાપન કરવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM