નાહેપ કાસ્ટ અને નવસારી એગ્રીકલ્ચર યુનિના સંયુક્ત ઉપક્રમે રાનકુવા હાઇસ્કુલ માં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

570 વિદ્યાર્થીઓ લાભાન્વીત થયા.

રિપોર્ટ, મયુર પટેલ
બોર્ડની પરીક્ષાના પરિણામ તૈયાર થઈ રહ્યા છે ટૂંક સમયમાં જ પરિણામ આવનાર છે ત્યારે નાહેપ કાસ્ટ પ્રાયોજિત અને નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાના 570 વિદ્યાર્થીઓ અને તેમના વાલી માટે પરિણામ પછી કારકિર્દી પસંદ કરવા માટે ઇન્ટરનેશનલ મોટીવેટર ડૉ.મેહુલ ઠક્કર દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
‌ મુખ્ય મહેમાન તરીકે કૃષિ યુનિવર્સિટીના ડૉ.અલકાસિંઘ પ્રીસીપાલ અને ડીન ઓફ હોટીકલ્ચર પધાર્યા હતા. ડૉ.અલકાસિંઘે પ્રાસંગિક ઉદ્દબોધનમાં ધોરણ 10/12 પછીના અપાર સંભાવનાથી માહિતગાર કર્યા હતા. મોટીવેશનલ ડૉ.મેહુલ ઠક્કરની સિદ્ધિ વર્ણવતા જણાવ્યું હતું કે, તેઓ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે “એસોસીએટ પ્રોફેસર ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ” અને સમગ્ર યુનિવર્સિટીના “પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ હેડ” તરીકે કાર્યરત 20 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગનો તથા 1.3 વર્ષનો HRD ક્ષેત્રનો કોર્પોરેટ અનુભવ ધરાવે છે, આજના અવસર આગામી પરિણામ પછી તમારા માટે ખૂબ જ ઉપયોગી નિવડશે. આંતરરાષ્ટ્રીય મોટીવેટર ડૉ. મેહુલભાઈ ઠક્કર સતત બે કલાક સુધી ધોરણ 10 /12 પછી કારકિર્દી માટે પસંદગીના ક્ષેત્રની છણાવટ આંકડાકીય માહિતી દ્વારા રજૂ કરી વિદ્યાર્થીઓ સાથે યોજાયેલી રસપ્રદ પ્રશ્નોત્તરી થકી કારકિર્દીને લગતી મૂંઝવણ દૂર કરી હતી.
શાળાના આચાર્યશ્રી સંજયસિંહ પરમાર દ્વારા આવકાર પ્રવચન આપી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી ટંડેલ દ્વારા શાળાના બાળકો માટેના આ સેમિનાર માટે આભાર વ્યક્ત કર્યો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *