અરવલ્લી જિલ્લામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૧૦૦મી ‘મન કી બાત’ નું લાઈવ પ્રસારણ જિલ્લાવાસીઓએ નિહાળ્યુ

અરવલ્લી જિલ્લાના ૧૦૬૫ બુથ પર કાર્યક્રમ કરવામાં આવ્યો: જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ

મોદી સાહેબ દ્વારા ‘મન કી બાત’ માં કહેલી વાત લોકો યુવાનો માટે પ્રેરણારૂપ : યુવા મોરચા પ્રમુખશ્રી અમીશ પટેલ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો શો ‘મન કી બાત’ ના ૧૦૦ એપિસોડ આજરોજ પૂરા થયા હતા, ત્યારે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આ અવસર પર શહેર સંગઠન દ્વારા આયોજિત સ્વામિનારાયણ હોલ ખાતે આશરે ૩૦૦૦ થી પણ વધુ કાર્યકરો સાથે પાર્ટીના હોદ્દેદારો સાથે આ કાર્યક્રમ નિહાળ્યો હતો. અરવલ્લી જિલ્લાના વિવિધ ૧૦૬૫ બુધ ઉપર આ કાર્યક્રમને જોવા માટેનું આયોજન કરાયું હતું જેમાં પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં રાજ્ય સરકાર ના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર, ભિલોડા ધારાસભ્ય પી.સી. બરંડા હાજર રહ્યા હતા. જીલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા મોટી સંખ્યામાં આ ૧૦૦ માં ‘મન કી બાત’ ના કાર્યક્રમમાં જોડાવવા બદલ હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર માન્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *