અંકલેશ્વર ઓએનજીસી દ્વારા એનર્જી બચાવો અંતર્ગત સાયક્લોથોન અને વોકેથોન નું આયોજન કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સંરક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમ પખવાડિયા નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે ઓએનજીસી કોલોની ખાતે એનર્જી બચાવો અંતર્ગત સાયક્લોથોન અને વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓએનજીસી ના એસેટ મેનેજર સહીત ના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા

અંકલેશ્વર ઓએનજીસી દ્વારા એનર્જી બચાવો અને નેટ ઝીરો પેદા કરવા ના જનજાગૃતિ અભિયાન હેઠળ સરંક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમ 2023 પખવાડિયા નું આયોજન કરવામાં આવ્યું છે , ઉર્જા બચાવવા અંગે લોકો માં જાગૃતતા ફેલાવવા ના ઉદ્દેશ સાથે ઓએનજીસી કોલોની ખાતે એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે ની અધ્યક્ષતા હેઠળ સાયક્લોથોન અને વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું સાયક્લોથોન અને વોકેથોન માં ઓએનજીસી ના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા જેને એસેટ મેનેજર વિજય કુમાર ગોખલે અને અંજલી ગોખલે એ પ્રસ્થાન કરાવી સાયક્લોથોન અને વોકેથોન માં જોડાયા હતા અને કોલોની ના વિવિધ વિસ્તારો માં ફરી હતી આ પ્રસન્ગે ઓએનજીસી ના અધિકારીઓ અને કમર્ચારીઓ તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *