પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ૧૦૦મી મન કી બાત કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ ઉત્સાહભેર નિહાળી

ગાંધીનગર મહાનગરના તમામ ૫૯ શક્તિકેન્દ્ર અને ૨૭૨ બુથ પર શહેર ભાજપ સંગઠન દ્વારા કરાયું હતું આયોજન

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમના ૧૦૦માં એપિસોડના પ્રસારણ નિમિત્તે મહાનગરના ૨૭૨ બુથ અને ૫૯ શક્તિકૅન્દ્રો પર શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ, પેજ સમિતિના સભ્યો તેમજ શુભેચ્છકોએ નિર્ધારિત સ્થાનોએ કાર્યક્રમ નિહાળ્યો હતો જેમાં ઉત્સાહભેર નાગરિકો જોડાયા હતા. પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શહેર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટે ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર સેક્ટર ૬ બુથ નં-૧૨૯ ખાતે, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે શ્રેયસ સોસાયટી સેકટર ૨૨ બુથ નં.-૧૮૨ ખાતે, ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાટ ખાતે બુથ નં.૨૪૧ ખાતે મન કી બાત નો ૧૦૦મો એપિસોડ નિહાળ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *