કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરતમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથે ‘મન કી બાત’નો 100મો ઍપિસોડ સાંભળ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અત્યંત લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’એ આજે 100 ઍપિસોડ પૂર્ણ કર્યા હતા. આ પ્રસંગે સુરતના ઇચ્છાપોરમાં હીરા બુર્સ ખાતે કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે સુરતના ચાર પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને અગ્રણી રમતવીરોના પરિવારજનો-દિવ્યાંગ બાળકો સાથે ‘મન કી બાત’નો 100મો ઍપિસોડ સાંભળ્યો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી જરદોશે સુરતના અગ્રણીઓ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયેલા સર્વ શ્રી યઝદીભાઇ કરંઝિયા, શ્રી કનુભાઇ ટેલર, શ્રી મથુરભાઇ સવાણી અને શ્રી સવજીભાઇ ધોળકિયા તેમજ સુરતના અગ્રણી રમતવીરોને સન્માનિત કર્યા હતા.

શ્રીમતી જરદોશે તેમનાં સંબોધનમાં કહ્યું કે આજનો આ અવસર ઐતિહાસિક છે. પ્રધાનમંત્રીનો ‘મન કી બાત’ કાર્યક્રમ 100 કરોડ લોકોએ સાંભળ્યો છે. 94 ટકા લોકો તેનાથી વાકેફ છે અને લોકોનાં જીવનધોરણમાં ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રની મહિલા કારીગરોનાં જીવનમાં પરિવર્તન આવ્યું છે. મન કી બાતે અનેક લોકોને પ્રોત્સાહિત કર્યા છે. સ્વચ્છતા અભિયાન, સ્વદેશી રમકડાં જેવાં અનેક અભિયાનોને વેગ આપવાનું કામ ‘મન કી બાતે’ કર્યું છે.

પદ્મશ્રી અને ખુદ પોતે દિવ્યાંગ એવા શ્રી કનુભાઇ ટેલરે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ વિકલાંગોને આ કાર્યક્રમ થકી ‘દિવ્યાંગ’ શબ્દ આપીને દિવ્યાંગોને એક નવી ગરિમા આપી છે, એ માટે એમનો આભાર માનીએ એટલો ઓછો છે. અન્ય પદ્મશ્રી અને નાટ્યકાર શ્રી યઝદીભાઇ કરંજિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદી એટલા માટે વંદનીય છે કેમ કે તેઓ સફળની સાથે સરળ છે, તેઓ એવું વ્યક્તિત્વ છે જેનાથી ખુરશીની શોભા વધે છે.

આ પ્રસંગે હીરા ઉદ્યોગના અગ્રણીઓ, વેપાર જગતના પ્રતિનિધિઓ, દિવ્યાંગ બાળકો સહિત અંદાજે 3500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીમતી જરદોશ સાથે બેસીને ‘મન કી બાત’ કાર્યક્રમ ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM