વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈનાં ૭૦માં જન્મદિવસ ની ઊજવણી પ્રસંગે ગાંધીધામ મતવિસ્તારમાં યોજવામાં આવેલ વિવિધ કાર્યક્રમો.

                   ભારતનાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ૭૦માં જન્મદિવાસની ઊજવણી પ્રસંગે “સેવા સપ્તાહ” ઊજવણી અંતર્ગત ગાંધીધામ મતવિસ્તારનાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.

                   સેવા સપ્તાહની શરૂઆત સવારના સમયે ગાંધીધામના ધારાસભ્યશ્રી તથા શહેર પ્રમુખશ્રી ના સફળ માર્ગદર્શન હેઠળ રાજાભાઈ બ્લડ બૈંક ખાતે આઇ.એમ.એ નાં સહકારથી ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ શહેર યુવા મોરચા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પ્રમુખશ્રી શ્રી પુનિત દૂધરેજિયા, કિશોર મહેશ્વરી, શ્રી વિજયસિંહ જાડેજા, મંત્રીશ્રી ગાંધીધામ શહેર ભાજપ સહિત યુવા મોરચાનાં કાર્યકરોએ રક્તદાન કર્યું હતું. સાંજે વોર્ડ નં.૩ પાણીનાં ટાંકા પાસે વૃક્ષા રોપણનું કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આશાપુરા મંદિર, જનતા હાઉસ, આદિપુર ખાતે આંખના નિષ્ણાંત ડોક્ટરોની સેવા હેઠળ આંખ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વિસ્તારનાં લોકોએ મોટી સંખ્યા માં આંખની તપાસ કરાવી હતી. તેમાંથી જરૂરિયાતમંદ લોકોને નિદાન બાદ ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શહેરનાં સપનાનગર વિસ્તારમાં આવેલ અંબેધામ મંદિર ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામા આવેલ. બાદમાં સેવા સપ્તાહ ઊજવણીના ભાગરૂપે ગાંધીધામ મતવિસ્તારણા ધારાસભ્યશ્રીએ ભચાઉ ખાતે પણ વૃક્ષારોપણ તથા ભચાઉ નગરપાલિકા ખાતે જરૂરિયાત મંદ દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાઇસાઇકલ ની વહેચણી કરવામાં આવી હતી. ગાંધીધામ ભાજપ કાર્યાલય ખાતે પણ જરૂરિયાત મંદ દિવ્યાંગ ભાઈ-બહેનોની ટ્રાઇસાઇકલ ની વહેચણી કરવામાં આવી હતી, અંદાજીત ચાલીસએક જરૂરિયાતમંદ દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાઈસાઈકલ ની વહેચણી કરવામાં આવી હતી. સેવા સપ્તાહ ઊજવણી અંતર્ગત ગાંધીધામની સરકારી રામબાગ હોસ્પીટલ ખાતે દર્દીઓને ફળ વિતરણનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો. “બેટી બચાવો બેટી પઢાવો” સંકલ્પવિધાન અંતર્ગત રાજ્ય સરકારની “વહાલી દીકરી યોજનાની શરૂઆત ભચાઉ ખાતે કરવામાં આવી હતી. ઉપરાંત ગાંધીધામ-આદિપુરના વિવિધ વોર્ડ- વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં માસ્ક તથા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

                   ગાંધીધામમાં સેવા સપ્તાહ ઊજવણી પ્રસંગે ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખશ્રી કાનજીભાઈ ભર્યા, શહેર પ્રમુખશ્રી પુનિતભાઈ દૂધરેજિયા, પક્ષનાં હોદદારો શ્રી વિજયસિંહ જાડેજા, શ્રી દિવ્યબા જાડેજા, વિવિધ મોરચાના હોદેદારો, યુવા મોરચાના સતીશ ભાનુશાલી, શ્રી કમલેશ પરિયાણી, અમિત ભટ્ટ, શ્રી રામ માતંગ, શ્રી વિજય પરમાર, શ્રી દિપક સોલંકી, શ્રી નરેશ પ્રજાપતિ, શ્રી ચિરાગ પરમાર, મનોજ મુલચંદાની, શ્રી મોહિત આહીર, હેમંત જગ્ગર, ગાંધીધામ નગરપાલિકાના નાગર સેવકો, શ્રી જે.પી.મહેશ્વરી, મનોજ મુલચંદાની, શ્રી સુરેશ ગરવા, રાજેશ ભરાડીયા, શ્રી ધનસુખ મીરાણી, શ્રી તુલસીભા ગઢવી, નગરસેવિકાઓશ્રી ગેતાબેન ગણાત્રા, ચંદ્રિકાબેન દાફડા, વિમલેશ શર્મા, કાર્યકરોશ્રી મધુકાંતભાઈ શાહ, શ્રી મોમાયાભા ગઢવી, શ્રી સુરેશભાઇ શાહ, પન્નાબેન જોષી, જીતુ નાથાણી, શંકરભાઇ દક્ષિણી કમલ શર્મા, કિશોર માતંગ તથા બહોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકરોએ કાર્યક્રમોને સફળ બનાવવા જાહરી આપી હતી, ભચાઉ શહેરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ધારાસભ્યશ્રીમતિ માલતીબેન મહેશ્વરી, મુંદ્રા-માંડવી ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કલાવતીબેન જોષી, શ્રી કુલદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખશ્રી ઉમિયાશંકર જોષી, શ્રી અરજણભાઇ રબારી, શ્રી વિકાસ રાજગોર,શ્રી ભરતસિંહ જાડેજા, શ્રી વાઘજીભાઇ છાંગા તથા પાર્ટીના અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM