IFFIના 51મા સંસ્કરણ અંગે માહિતી અને પ્રસારણ મંત્રીનું પ્રેસ

20 નવેમ્બરથી 28 નવેમ્બર, 2020 સુધી ગોવામાં યોજાનારા ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું 51મુ સંસ્કરણ 16 થી 24 જાન્યુઆરી, 2021 સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. આ નિર્ણય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ગોવાના મુખ્ય મંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે આ મુદ્દે ચર્ચા કર્યા બાદ લીધો હતો.

આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની માર્ગદર્શિકા અને પ્રોટોકોલ મુજબ 16 થી 24 જાન્યુઆરી, 2021 દરમિયાન ગોવામાં આ મહોત્સવ યોજવાનો નિર્ણય પણ સંયુક્ત રીતે લેવામાં આવ્યો છે. આ મહોત્સવ હાઇબ્રીડ ફોર્મેટમાં યોજાશે એટલે કે વર્ચ્યુઅલ અને શારીરિક રીતે વ્યવસ્થા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના પરિપેક્ષ્યમાં તાજેતરમાં યોજાયેલા મહોત્સવો મુજબ તમામ કોવિડથી સંબંધિત પ્રોટોકોલનો કડક અમલ કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *