મહુવા તાલુકાના વલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બુટવાડા ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ ,મયુર પટેલ

૧૧ જુલાઇ વિશ્વ વસ્તી દિન ઉજવણી ના ભાગ રૂપે પ્રા. આ. કેન્દ્ર વલવાડા દ્વારા બુટવાડા નવા ફળિયા ખાતે આરોગ્ય જન જાગૃતિ રૂપે શીબીર તેમજ પ્રદર્શન નું આયોજન કરેલ હતું જેમાં આરોગ્ય સ્ટાફ,આશાબેનો હાજર રહ્યા હતા. ઉપરાંત ડો. હિમાંશુ બી. પટેલ મે.ઓ.વલવાડા દ્વારા વસ્તી વિસ્ફોટની ગંભીરતા તેમજ કુટુંબ કલ્યાણ અને પરિવાર નિયોજનની વિવિધ પધ્ધતિ અને તેના લાભ વિષે માહિતગાર કર્યા હતા.તેમજ આ વર્ષે “આઝાદીના અમૃત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઈશુ,કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશું “આ સૂત્રને સાકર કરવા માટેની ઝુંબેસ ઉપાડી હતી, આ કાર્યક્રમ સફળ બનાવવાં આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *