

વૈદિક સરસ્વતી નદી શોધ તથા બોધ લેખક અને સંશોધક ડો પી .એસ. ઠકકરે અમદાવાદ પશ્ચિમના લોકપ્રિય પ્રભાવશાળી સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકીનાં રાણીપ, અમદાવાદ ખાતેના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઈને હિમાલય કૈલાસ માનસરોવર થી ગુજરાત મા પ્રભાસપાટણ સોમનાથ સુધી વિસ્તરેલી સરસ્વતી નદીના વિકાસ માટે વિગતવાર સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકી ને માહિતગાર કરતા જણાવ્યું હતું કે
વૈદિક કાળથી આદિકાળ સુધી મહાનદી તરીકે ઓળખાતી અને હિન્દુ સંસ્કૃતિની માતા ગણાતી સરસ્વતી નદી પ્રાકૃતિક પરબિળોના કારણે વહેણ બદલતા વર્તમાન સમયે ગુપ્ત નદી તરીકે ઓળખાય છે.
વર્ષો પહેલાં કૈલાસ પાસે આવેલા કપાલ સરોવરમાંથી સરસ્વતી નદી નીકળીને ઉત્તરાખંડમાં ૧૨ પ્રવાહમાં વહેંચાઈ જતી હતી અને ગુજરાતમાં સરસ્વતી નદીના પાંચ પ્રવાહ વહેતા હતા. જે અંગેના પાંચમા પ્રવાહના વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવવા માટે કચ્છમાં અલ્લાબંધ પાસે બોિંરગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
સરસ્વતી નદી શોધ સંસ્થાન સાથે સંકળાયેલા અને ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. પી.એસ. ઠક્કરે વધુમાં જણાવ્યા હતું કે કૈલાસ પાસે આવેલા કપાલ સરોવરમાંથી સરસ્વતી નદી નીકળી તિબેટમાં આદબિદ્રી પાસે વહી માનાપાસ સુધી આવતી હતી અને ત્યાંથી દક્ષિણમાં બદ્રીનાથ પાસે વહી માના ગામની દક્ષિણે અલકનંદાને મળતી હતી.
આ નદી ઉત્તરાખંડમાં ૧૨ પ્રવાહમાં વહેંચાઇ જતી હતી જે આજે જુદીજુદી ગંગાના નામે જાણીતી છે. આ બધા પ્રવાહ ભેગા મળી છેલ્લે એક પ્રવાહ તરીકે હરિદ્વાર પાસે મેદાની પ્રદેશમાં દાખલ થતો હતો. આજે પણ સંસ્કૃત શ્લોકમાં તે પંચધા કે સપ્તધા તરીકે ઓળખાય છે. ગુજરાતમાં પાંચ પ્રવાહો કપિલા, હરિણી, ન્યંકુ, સરસ્વતી અને વ્રજયાણીના નામે ઓળખાતા હતા. છેલ્લા પ્રવાહ કચ્છના મોટા રણમાં અલ્લાબંધ પર બોરિંગ માટે આર્થિક સહાય આપી ત્યાંની પણ તેમણે મુલાકાત લીધી હતી.
સરસ્વતી નદી શોધ સંસ્થાન ગુજરાતના મતે કપિલા તથા હરિણી નદી ઉત્તર ગુજરાતમાં વહી સૌરાષ્ટ્રમાં જતી હતી. સરસ્વતી નદી સિદ્ધપુર પાટણ પાસે વહેતી હતી, જે ત્યાંથી લોટેશ્વર પાસે વહી ઝીંઝુવાડા પાસે આજના કચ્છના નાના રણમાં દાખલ થઈ સૌરાષ્ટ્રમાં પ્રભાસ ક્ષેત્રમાં જતી હતી. ન્યંકુ નદી કચ્છમાં આડેસર પાસે વહી દક્ષિણમાં સૌરાષ્ટ્રમાં દાખલ થતી હતી. ગુજરાતમાં ત્રિવેણીનાં ઘણાં સ્થળો આવેલાં છે.
નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. પી.એસ. ઠક્કર થકી અપાયેલી માહિતી થી સંતુષ્ટ થતાં સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકી એ આગામી ચોમાસું સત્ર દરમિયાન આ વિષય ભારત સરકારના આભાર પ્રસ્તાવ થકી સરસ્વતી નદીનુ ઉત્થાન કાર્ય ઝડપી બને તે માટે સંસદનાં પટલ પર તેમજ સંબંધિત મંત્રીશ્રી ના ધ્યાન ઉપર મુકવાની વાત કરી હતી.
વધુમાં સાંસદ ડો કિરીટભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરસ્વતી નદીના ઉત્થાન માટે સવિશેષ પ્રયત્ન કર્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ હિમાચલ પ્રદેશ અને હરિયાણા સરકાર ના જોઈન્ટ વેચર હેઠળ કામ થઈ રહ્યું છે. તથા કેન્દ્ર સરકાર એ વિવિધ સરકારી એજન્સીઓ તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગ થકી સરસ્વતી નદીને પુનઃ જીવિત કરવા માટે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે.જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.
સરસ્વતી નદીના પુનઃ ઉત્થાનથી કૃષિ ક્ષેત્રે જબરદસ્ત ક્રાંતિ થશે તેમ જ રોજગારના નવા આયામો ઉભા થશે પાણીની સમસ્યાઓનું પણ નિરાકરણ થશે.
