
મહેસાણા-ચેતન પટેલ
મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદકો માટે અઢળક જાહેરાતો કરી ડેરીનું વાર્ષિક ટન ઓવર 910 કરોડના વધારા સાથે અત્યારે 6938 કરોડ એ પહોંચ્યું દૂધસાગર ડેરીના 63 વર્ષના ઇતિહાસમાં ગત વર્ષે ચૂકવેલા સૌથી વધુ 321 કરોડ રૂપિયાના ભાવ વધારાનો રેકોર્ડ તોડી આ વર્ષે 375 કરોડ રૂપિયા ભાવ વધારો ચૂકવાશે ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના લેવાતા વીમા ની મર્યાદામાં ૫૯ વર્ષની હતી તે વધારીને હવે 65 વર્ષ કરાઈ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના મરણ સમયે ચૂકવાતી વિમાની રકમ જે રકમ ₹35,000 હતી તે અત્યારે એક લાખ રૂપિયા કરાઈ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને અકસ્માતથી મરણ સમયે વિમાની ચૂકવાતી રકમ એક લાખ રૂપિયા હતી તે વધારીને બે લાખ રૂપિયા કરાઈ દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધના ભાવમાં ફરીથી 10 રૂપિયાનો વધારો કરી 810 રૂપિયા ભાવ કરાયો અને દૂધ મંડળીઓને 10% ડિવિડન્ડ ચૂકવાશે
