હિંમતનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સાબરકાંઠા લોકસભાની વિશાળ જનસભા યોજાઈ

રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર

હિંમતનગર : કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકારના ૯ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના એક મહિનાના કાર્યક્રમો ના ઉજવણીના ભાગરૂપે આજે હિંમતનગર શહેરના વૈશાલી સિનેમા ગ્રાઉન્ડમાં સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની વિશાળ જનસભા યોજાઈ. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી. વિશાળ જનસભા ને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાહેબે જણાવેલ કે, ભારત રાષ્ટ્રના છેવાડના લાભાર્થીઓ સુધી સરકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓમાં ૪૦૦થી વધુ બેઠકો જીતવા માટેનો સંકલ્પ કાર્યકર્તાઓ સમક્ષ વ્યકત કરી લોકસભાની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે જણાવ્યુ હતુ.
કાર્યકર્તા સંમેલનમાં સંબોધન કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે વધુમાં જણાવ્યુ હતુ કે અગાઉની કોંગ્રેસની સરકારના સાશનમાં ભ્રષ્ટાચાર, આંતકવાદ તથા કોમી તોફાનોથી પ્રજા તોબા પોકારી ઉઠી હતી. જયારથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનુ સાશન દિલ્હીમાં આવ્યુ છે. ત્યારથી ભારતના તમામ ગામડાના છેવડાના લાભાર્થી સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તેની સતત ચિંતા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનેક યોજનાઓ મારફતે લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે. ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, કારીગરો, વેપારીઓ તેમજ યુવાનો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિશ્વ ગુરૂ તરીકે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે અમેરીકા, રશિયા સહિત યુરોપના રાષ્ટ્રના પ્રમુખો પણ નરેન્દ્રભાઇ મોદીની વહીવટીય સુજબુજના પણ વખાણ કરતા થાકતા નથી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સરહદોને સુરક્ષીત કરી લશકરને પણ આધુનિક હથીયારો સાથે સુસજ્જ કર્યુ છે. સ્વદેશી હથીયારો, ટેન્કો બનાવીને આત્મનિર્ભર ભારત બનાવવાનુ સંકલ્પ પૂર્ણ કર્યો છે. ઉરી હુમલા બાદ પાકિસ્તાનની સરહદમાં ઘુસી જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા નાણા મોકલવાનુ ઐતિહાસીક કામ કરી દલાલોને વહીવટી પ્રક્રિયામાંથી દુર કરી દીધા છે. ખેડૂતોને વાવણી, ખાતર માટે જયારે નાણાની જરૂર પડે છે. ત્યારે અનાજ પકવતા ખેડૂતોની ચિંતા કરી ખાતામાં જનધન યોજના દ્વારા સીધા રૂપિયા મોકલાવ્યા છે. ખેડૂતોને સન્માન મળે તે માટે વર્ષે રૂપિયા ૬ હજાર તેમના ખાતામાં મોકલાવ્યા છે. ખેડૂતોના અધિકારોને સતત ચિંતા કરતા વડાપ્રધાન દ્વારા કૃષિલક્ષી અનેક યોજનાઓ કરવામાં આવી છે. જેના કારણે ખેત ઉત્પાદન વધ્યુ છે. કોરોના મહામારી દરમિયાન ગરીબોને નિ:શુલ્ક અનાજ તેમજ કોરોનાની રસી બનાવી લોકોને નિ:શુલ્ક આપી હતી. દેશમાં શૈચાલયો, આવાસો બનાવીને મહિલાઓને સુરક્ષીત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતના નાગરિકોને આપેલા તમામ વચનો પુરા કર્યા છે. વર્ષ ૨૦૨૪માં રામ મંદિર નિર્માણનુ કામ પૂર્ણ થઇ જશે. ગુજરાતમાં પાવગઢ, અંબાજી, સોમનાથ મંદિરનો જીર્ણોધાર કરી ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ નિર્માણ કર્યુ છે. ત્યારે વિદેશના લોકો પણ ભારત સહિત ગુજરાતની નોંધ લઇ રહ્યા છે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવેલ કે દેશની આઝાદીની ચળવળ પછી દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ગુલામી માંથી મુક્ત થયો ત્યારે નહેરુજીની સરકારે કામ કરવાની શરૂઆત કરી વર્ષો સુધી જે દેશની સરકારો એ કામ કરવું જોઈતું હતું જે રીતે વિકાસ કરવો જોઈતો હતો તે રીતે ન કર્યો, લાંબા સમય સુધી લોકોની આશા – અપેક્ષા નું કામ ન કર્યું, નરેન્દ્રભાઈએ નવી દિશા આપી તેમણે નાત – જાત – વાડા – ચૂંટણીઓમાં જાતિવાદથી જે કામ થતું હતું તે બંધ કરાયું, વિકાસ દ્વારા કામ કરવા માંડ્યું, દેશનો અને ગુજરાતનો પણ સાર્વત્રિક વિકાસ કર્યો, દેશે સ્વીકાર કર્યો વડાપ્રધાન તો નરેન્દ્રભાઈ હોવા જોઈએ, પહેલા દેશમાં તડજોડની સરકાર હતી, નરેન્દ્રભાઈ ના વિકાસની રાજનીતિથી બીજા પક્ષો પણ વિકાસને સ્વીકારતા થયા. નરેન્દ્રભાઈએ નયા ભારત ના નિર્માણ માટે કામ કરવાની શરૂઆત કરી અનેક પ્રકલ્પો ના આયામો દ્વારા કામ કરવાની શરૂઆત કરી, નરેન્દ્રભાઈએ ગરીબોના કામો માટે અનેક પ્રશ્નોના ઉકેલ લાવી તેમણે આવાસ, મહિલાઓ માટે શૌચાલય, ખેડૂતો માટે સીધા લાભ કોઈ વચેટીયા નહીં, ઉજ્વલા યોજના થકી મફતમાં ગેસ જેવા અનેક પ્રકલ્પો દ્વારા સાર્વત્રિક વિકાસ સાથે યોજનાઓ બનાવી અને તેનો અમલ કર્યો, રજનીભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે પહેલા ભ્રષ્ટાચાર ના કારણે દેશનો વિકાસ રૂંધાતો હતો તેને દૂર કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું.
આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન કરેલ.
આ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા ભાજપ, પ્રમુખ જે. ડી. પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, સાંસદ દીપસિંહ રાઠોડ, સાંસદ રમીલાબેન બારા, ધારાસભ્યો રમણલાલ વોરા, ગજેન્દ્રસિંહ પરમાર, વી.ડી. ઝાલા, ધવલસિંહ ઝાલા, પી.સી. બરંડા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જેઠાભાઈ પટેલ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, કનુભાઈ પટેલ, ભરતસિંહ રહેવર, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ, પી. સી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, પાલિકા પ્રમુખ યતિનબેન મોદી, શહેર તાલુકા વિસ્તારક રાજુભાઈ નીનામા, રાજેન્દ્રસિંહ ચાવડા, ભીખીબેન પરમાર, અશ્વિનભાઈ કોટવાલ, મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શહેર મહામંત્રી જયેશભાઈ પટેલ અને યોગેશભાઈ રાવલે કરેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM