“સહકાર થી સમૃદ્ધિ” પછી હવે “સહકાર થી સુરક્ષા”

માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સમગ્ર દેશમાં પી.પી.પી. મોડ ઉપર ૧૦૦ સૈનિક શાળાઓ શરૂ કરવાની સંક્લ્પના અંતર્ગત દૂધસાગર ડેરી અને દૂરડા દ્વારા નિર્મિત “શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલ”નું ઈ-ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ અને માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરીમામયી ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામે કરવામાં આવ્યું તે પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા.

સમગ્ર ભારતમાં સહકારી સંસ્થા દ્વારા સંચાલિત આ પ્રથમ સૈનિક સ્કૂલ હશે. ૭૫ કરોડના ખર્ચે ૧૧ એકર જમીનમાં નિર્માણ થનાર આ સૈનિક સ્કૂલમાં ૨૦૨૩-૨૪ ના શૈક્ષણિક વર્ષમાં ૮૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે, જેમાંથી ૧૦% સીટ મહિલાઓ માટે અનામત છે. રાષ્ટ્રને સમર્પિત, શારીરિક -માનસિક રીતે સશક્ત અને શિસ્તબદ્ધ યુવાન આવી સૈનિક શાળાઓ મારફતે સર્જન કરી શકાશે.

આ પ્રસંગે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલજી અને સહકારમંત્રીશ્રી જગદીશ પંચાલજી , ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી રજની પટેલજી, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી તથા સાંસદ સર્વે શ્રીમતી શારદાબેન પટેલ, શ્રી જુગલસિંહ લોખંડવાલા અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM