ઈડર નાગરિક બેંકના ચેરમેન તથા સર પ્રતાપ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય શિક્ષણવિદશ્રી જે.ટી.ચૌહાણ સાહેબના 75 મા જન્મ દિવસની ઉજવણી

તાલુકા ચીફ મકબુલ હુસૈન.

ગુરુ પૂણિઁમાના દિવસે ગુરુજીનો જ જન્મ દિવસ – કેવો અદભૂત સંયોગ. ઈડર પ્રજાકીય વિદ્યોતેજક સમિતિના પ્રમુખ, ઈડર નાગરિક બેંકના ચેરમેન તથા સર પ્રતાપ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય શિક્ષણવિદશ્રી જે.ટી.ચૌહાણ સાહેબના 75 મા જન્મ દિવસની ઉજવણી ઈડર ઠક્કર બાપા આશ્રમ ખાતે અનોખી રીતે કરવામાં આવી. જેમાં છાત્રાલયના બાળકો દ્વારા સાહેબનુ ભવ્ય સ્વાગત કરી કેક કાપવામાં આવેલ. જે.ટી. ચૌહાણ સાહેબ તરફથી છાત્રાલયના ગરીબ બાળકો માટે વોશિંગ મશીન ભેટ આપવામાં આવેલ તથા બાળકોને જમણવાર પણ આપેલ. સમગ્ર કાયઁક્રમનુ સુંદર આયોજન ગૃહપતિ અશોકભાઈ પરમારે કરેલ. આ પ્રસંગે સા.કાં.જિલ્લા ભાજપ અ.જા.મોરચા પ્રમુખ રાજેશભાઇ પરમાર, જીવદયા પ્રેમી કેતનભાઈ સોની, કિરીટભાઈ પરમાર, મોહનભાઈ પરમાર વગેરે હાજર રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *