
રિપોર્ટ : બીના પટેલ
વાસદ ગામ માં દીવાલ પડતા મૃત્યુ થયા હતા.
આંકલાવ વિધાનસભાના વાસદ ગમે ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતાં બે બાળકોના આકસ્મિક અવસાન થતાં સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને બનાવ અંગે રજૂઆત કરવામાં આવી જેને અનુલક્ષી રાજ્ય સરકાર દ્વારા ગણતરીના દિવસમાં બાળકોના પરિવારને 4 + 4 એમ કુલ 8 લાખ રૂપિયાનો સહાય ચેક મૃતકના પરિવારજન ને સાંસદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો. સાથો સાથ સારસા ગામના ભગવાનસિંહ પુજાભાઈ ચૌહાણ નું પણ આકસ્મિક અવસાન થતાં તેઓને પરિવારજન ને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાનો સહાય ચેક આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીક મલેશભાઈ, વાસદ ગમના વહિવટદાર, ગામ ના તલાટી ઉપસ્થિત રહ્યા હતા.
