અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા આદર્શ સ્કૂલ ખાતે એસપીસી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો

ધોરણ-8 ના વિદ્યાર્થીઓને અને વાલીઓને એસ.પી.સી પ્રોજેક્ટ વિષે સંપુર્ણ જાણકારી આપવામાં આવી


કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરની આદર્શ હાઈસ્કૂલ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં પોલીસ અધિકારી દ્વારા ધોરણ-8 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને અને વાલીઓને એસ.પી.સી પ્રોજેક્ટ વિષે સંપુર્ણ જાણકારી આપવામાં આવી .હતી

ગુજરાત પોલીસ સ્ટુડન્ટ પોલીસ કેડેટ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક ડો.લીના પાટીલ ના માર્ગદર્શન હેઠલ જીલ્લાના કુલ-૨૫ પોલીસ સ્ટેશનોમાં શાળા પ્રવેશોત્સવ પર્વની જેમ સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રવેશોત્સવ ઉજવવા નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક દ્વારા શહેર ની આદર્શ સ્કૂલ ખાતે શહેર એ ડિવિઝન પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળા ની અધ્યક્ષતા હેઠળ સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરણ-8 ના વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને એસ.પી.સી પ્રોજેક્ટ વિષે સંપુર્ણ જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ૨ વર્ષ સુધી આ પ્રોજેક્ટમાં જોડાઈને વિવિધ વિષયો જેવા કે, ઈન્ડોર તાલીમ, આઉટડોર તાલીમ, પ્રોજેક્ટ, ફિલ્ડ વિઝિટ, નિવાશી/બિન નિવાશી કેમ્પ વિગેરે ઉપર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ એસપીસી પ્રવેશોત્સવ આદર્શ સ્કૂલ ના ધોરણ 8 ના 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીનીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો ,જેઓ ને પોલીસ દ્વારા પી.ટી ડ્રેસ ,બુટ.અને ખાખી ગણવેશ આપવામાં આવશે
આ કાર્યક્રમ માં એસપીસી ના ડ્રિલ ઇન્સ્ટ્રકટર મંગલસીંગ રાઠવા ,શહેર પોલીસ મથક ના અયાધ્યાબેન ચૌધરી ,સ્કૂલ ના આચાર્ય જીગનીશા મોદી ,સહીત પોલીસ સ્ટાફ અને શાળા ના શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *