શ્રી સ્વામિનારાયણ વિદ્યામંદિર ગાંધીધામ દ્વારા વિદ્યાર્થીઓ અધિક માસનું મહત્વ અને હિન્દુ સંસ્કૃતિનું મહત્વ સમજ આપી

  જીગર ઠક્કર ગાંધીધામ

શ્રી સ્વામિનારાયણ વિદ્યામંદિર ગાંધીધામ દ્વારા વિદ્યાર્થીઓ અધિક માસનું મહત્વ અને હિન્દુ સંસ્કૃતિનું મહત્વ સમજે તે માટે  ૩૦ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો દ્વારા તારીખ 22 જુલાઈના નાગલપર ગૌશાળાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ કુમકુમ અને ચોખાથી ગાય માતાનું પૂજન કરી  ગાય માતાને ગોળ ખવડાવ્યો હતો. પૂજ્ય સત્યપ્રકાશ સ્વામીજી દ્વારા વિદ્યાર્થીઓને ગાયનાં દૂધ પીવાથી થતા ફાયદા વિશેની સમજ આપી હતી. આ પ્રવૃત્તિથી પ્રેરાઈને સંસ્થા તરફથી રૂ. 21000 નું ગૌશાળાને દાન પણ આપવામાં આવ્યું હતું. મુલાકાત માટે સંતો અને ટ્રસ્ટીઓનું પ્રોત્સાહન તથા આચાર્યશ્રીનું માર્ગદર્શન મળ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *