એન.આર.એમ પ્રકલ્પ જામલાપાડામાં બાગાયત વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના સહયોગથી 150 નાળિયેરના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

પ્રકલ્પની 50 સુપોષણ વાટિકા અને અન્ય ખેડૂતોએ પોતાના ખેતરના સેઢાપાડા તથા ઘર આંગણામાં 150 નાળિયેરીના પ્લાન્ટ લગાવ્યા.

નારીયલ એટલે શ્રીફળ નાળિયેરના વૃક્ષને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે. દેવોને પણ ખૂબ પ્રિય એવું શ્રીફળ દરેક પૂજાઓમાં વપરાય છે. અને તેનો પ્રસાદ તરીકે ભગવાનને ભોગ લગાવવામાં આવે છે.

નારિયેળ લીલું હોય ત્યારે તેનું મીઠું પાણી શરીરને પોષણ આપે છે.

પાકુ નાળિયેર તેનું મીઠું પાણી અને અંદરનો ગર પ્રસાદ તરીકે અથવા તો જુદી જુદી વાનગી બનાવવાના ઉપયોગમાં આવે છે.

એકદમ સૂકા નારીયલ માંથી કોપરાનું તેલ કાઢવામાં આવે છે. આ તેલ રસોઈમાં વપરાશ માટે અને કેટલીક ઔષધીઓમાં પણ વપરાતું હોય છે.

નાળિયેર ને 10 ડિગ્રી થી લઈને 38 ડિગ્રી સુધીનું તાપમાન અનુકૂળ રહે છે ઘર આંગણે લગાવવા માટે નાળિયેરની બોના વેરાઈટી ખૂબ પ્રસિદ્ધ છે જેની ઊંચાઈ માત્ર પાંચ ફૂટની હોય છે તેના ફળ સહેલાઈથી ઉતારી શકાય છે.

બાગાયત વિભાગથી પ્રકલ્પ સુધી નાળિયેરના આ પ્લાન્ટને પહોંચાડવાનુ સંકલન નું કામ શ્રી કિશોરભાઈ ધોળકિયા કરી રહ્યા છે. અને તેનું વિતરણ તથા વાવેતરનું કામ એન.આર.એમ પ્રકલ્પના કાર્યકર્તા શ્રી છગનભાઈ, ગીરીશભાઈ અને સજીતાબેન ખૂબ જ સરસ રીતે સંભાળી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *