બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં વિવિધ ધારા હેઠળ કબજે કરેલા કુલ ૩૭૪ વાહનો માટે પરત મેળવવા અંગે જાહેરનામું

રિપોર્ટ ,મયુર પટેલ

પોલીસે કબજે કરેલા મિલકતો ઉપર દિન ૧૫માં હક્ક કે દાવો પ્રસિદ્ધ કરી બારડોલી એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ સંપુર્ણ પુરાવા રજુ કરી વાહનો મેળવી લેવા

બીનવારસી વાહનોને સરકારી મિલકત ગણી જાહેર હરાજી કરવામાં આવશે

બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ધારાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલા વાહનોના માલિકોને અવાર-નવાર વાહન છોડાવી જવા ટપાલ તથા મૌખિક નોટીસોથી જાણ કરવા છતાં કેટલાક વાહન માલિકો આજદિન સુધી વાહન છોડાવવા આવ્યા નથી. બારડોલી પોલીસ સ્ટેશનમાં કબજે કરાયેલા કુલ ૩૭૪ વાહનો અંગે બારડોલી એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા મુજબ જપ્ત વાહનો હક્ક કે દાવો કરવા ઈચ્છતા નાગરિકો દિન-૧૫માં બારડોલી એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ સંપૂર્ણ પુરાવા સાથે દાવો રજૂ કરવો. મુદ્દત વિત્યા બાદ દાવો ધ્યાનમાં લેવાશે નહિ, અને બીનવારસી વાહનોને સરકારી મિલકત ગણી જાહેર હરાજી કરવામાં આવશે એમ થી મિલકતનો નિકાલ કરવામાં આવશે જેની સંબંધિતોને નોંધ લેવા બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ.ની યાદીમાં જણાવાયું છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM