ગાંધીધામ શ્રી સ્વામિનારાયણ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા આદિપુરમાં જરૂરિયાતમંદોને ભોજન

જીગર બી ઠક્કર

  શ્રી સ્વામિનારાયણ વિદ્યામંદિર ગાંધીધામ (ગુરુકુળ) દ્વારા  24  જુલાઈના  સામાજિક પ્રવૃત્તિનાં ભાગરૂપે આદિપુર તોલાણી કોલેજ પાછળ પછાત વિસ્તારમાં જુરુરિયાતમંદોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો પણ પ્રેમથી નાના બાળકોને ભોજન જમાડી રહ્યા હતા. શાળા આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સાચા અર્થમાં શિક્ષણ સાથે એક ઉમદા માનવતા જેવા  મૂલ્યની ખીલવણી થાય તેવા સંસ્કારોનું સિંચન અને ઘડતર કરે છે.  સંતો અને ટ્રસ્ટીઓનું પ્રોત્સાહન તથા આચાર્યશ્રીનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં માનવતાના ગુણનો વિકાસ થાય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *