
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલીમાં એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.ર૬-૦૭-૨૦૨૩ને બુધવારના રોજ ઈ.ચા.પ્રિ.ડૉ.રાજેશકુમાર ડી.રાણાસાહેબના માર્ગદર્શન હેઠળ “કારગીલ વિજય દિવસ” ની ઉજવણી કરવામાં આવ્યું હતું. જેમાં કારીલ વિજય યુદ્ધમાં શહીદ થયેલા વીરજવાનોને પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યકમમાં પ્રા. જીતેન્દ્રભાઈ ચૌધરી અને પ્રા,વિજયભાઈ ચૌધરી અને એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસરો પ્રા.વિજયભાઈ ચૌધરી, પ્રા. જિતેન્દ્રભાઈ ચૌધરી, પ્રા.પંકજભાઈ નાયકા અને પ્રા,નિહારીકાબેન જોષી દ્વારા અને સ્વયંસેવિકા કુ.મૈત્રી પોકળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો/સેવિકાઓ પણ હાજર રહ્યા હતા. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
