૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૩ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે : રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે

ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાનેવલસાડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.  

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યા મહાનુભાવ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગતો:

કેબિનેટ મંત્રીશ્રીઓ
      ક્રમમંત્રીશ્રીનું નામજિલ્લો
૧.શ્રી કનુભાઈ દેસાઈનવસારી
૨.શ્રી ઋષિકેશભાઈ પટેલવડોદરા
૩.શ્રી રાઘવજીભાઈ પટેલરાજકોટ
૪.શ્રી બળવંતસિંહ રાજપૂતસુરત
૫.શ્રી કુંવરજીભાઈ બાવળીયાઅમદાવાદ
૬.શ્રી મૂળુભાઈ બેરાકચ્છ
૭.ડૉ. કુબેરભાઈ ડિંડોરછોટાઉદેપુર
૮.શ્રીમતિ ભાનુબેન બાબરિયાજૂનાગઢ
રાજ્યમંત્રીશ્રીઓ
૯.શ્રી હર્ષ સંઘવીદાહોદ
૧૦.શ્રી જગદીશ વિશ્વકર્માબનાસકાંઠા
૧૧.શ્રી પરષોત્તમભાઈ સોલંકીગીર સોમનાથ
૧૨.શ્રી બચુભાઈ ખાબડમહીસાગર
૧૩.શ્રી મુકેશભાઈ પટેલગાંધીનગર
૧૪.શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાભાવનગર
૧૫.શ્રી ભીખૂસિંહજી પરમારપંચમહાલ
૧૬.શ્રી કુંવરજીભાઈ હળપતિનર્મદા

આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે તેમ, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.  

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM