ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુંભવી

મહેસાણા

ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે સોમવારે બેચરાજી ખાતે આવી મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુંભવી હતી. બેચરાજી મંદિર વિકાસ કાર્યોની બેઠકમા આવેલા મંત્રીશ્રીએ મા બહુચરના દર્શન કરી રાજ્યની સુખ,શાંતિ અને સલામતી માટે પાર્થના કરી હતી.આ પ્રસંગે મંત્રીશ્રીની સાથે  જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,પુર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ,ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદારશ્રી,અધિકારીઓ તેમજ સંબધિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *