શ્રમ અને રોજગારમંત્રી બલવંતસિહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને બેચરાજી ખાતે વિકાસ કાર્યો અંતર્ગત બેઠક યોજાઇ

મહેસાણા

 આધશક્તિ માં બહુચરાજીના પવિત્ર યાત્રાધામ બેચરાજીના વિકાસ માટે સરકાર કટિબધ્ધ બની છે. બેચરાજીનો વિકાસ સુઆયોજીત પ્રમાણે થાય તે માટે કામ કરાઇ રહ્યું છે. બેચરાજીમાં આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે આગામી સમયના આયોજન માટે નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.પવિત્ર યાત્રાધામના સર્વાંગી વિકાસની કામગીરી માટે સંબધિત અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા

  બેઠકમાં મંત્રીશ્રીએ બેચરાજી ખાતે થનાર આગામી કાર્યોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં  પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લા,જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,પુર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ,ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદારશ્રી,અધિકારીઓ તેમજ સંબધિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *