NSS ઉપક્રમે સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની પ્રેરણા થકી પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદના ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે એન.એસ.એસ. અને સપ્તધારા અંતર્ગત વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કોલેજના પ્રિ. ડો. જગદીશ એચ પ્રજાપતિએ વક્તૃત્વ, નિબંધ અને ચિત્ર વગેરે સ્પર્ધાઓનું મહત્વ વિવિધ અનુભવો વ્યક્ત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આઝાદીના અમૃતમહોત્સવ પ્રસંગે આહુતિ આપનાર મહાન વીર ક્રાંતિકારીઓનું જીવનકવન વાંચવા આહ્વાન કર્યુ હતું.

‘૨૦૪૭ અમૃતકાલ ભારતનો સોનેરી કાળ’ વિષય પર વકૃત્વ સ્પર્ધામાં કુલ ૦૬ વિદ્યાર્થીઓએ આગવી છટાથી પોતાના વિચારો રજુ કર્યા હતા. પ્રથમ ક્રમે કુ. સંગીતા એસ. ચૌધરી, દ્વિતિય ક્રમે કુ. પ્રવિણા વી. ચૌધરીઅને તૃતીય ક્રમે હિંમત પી. કાપડી ઉત્તીર્ણ થયા હતા.

નિબંધ સ્પર્ધામાં ‘વિદ્યાર્થી જીવનના ઘડતરમાં એન.એસ.એસ.નો ફાળો’ વિષય પર કુલ ૧૪ વિદ્યાર્થીઓએ ભાગ પોતાના મૌલિક વિચારોનું નિબંધ લેખન કર્યું હતું. જેમાં પ્રથમ ક્રમે કુ. ચંદ્રિકા બી.દરજી, દ્વિતિય ક્રમે અલ્પેશ એમ. ચૌધરી, પ્રજાપતિ રોહિત પી. પ્રજાપતિ અને તૃતીય ક્રમે પુષ્પાબેન ઉત્તીર્ણ થયા હતા.

ચિત્રસ્પર્ધામાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષય પર કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ક્રમે જોશી ખુશી એસ. જોશી, દ્વિતિય ક્રમે પુજા ડી માળી અને તૃતીય ક્રમે કરણ એલ. ઠાકોર વિજેતા થયા હતા.

પ્રો. ડો. રાજેશ મારુ, પ્રો. અશોક દરજી, પ્રો. રુદ્ર દવે અને પ્રો. ડો. ગોવિંદ વારડે, મીડિયા સંયોજક પ્રો. દેવેન્દ્રભારતી બી. ગોસ્વામીએ યોગદાન આપ્યું હતું. પ્રો. ડો. નિહાર નિમ્બાર્ક, પ્રો. મુકેશભાઈ રબારી, પ્રો ડો પ્રશાંત શર્માએ નિર્ણાયક તરીકે ભૂમિકા નિભાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *