સ્વનિર્ભર અમરોલી કોલેજમાં બી.સી.એ.ના વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કાર્યકર્મ થયો.

જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો,વી, બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કૉલેજ ઑફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ, વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં તા.૦૪-૦૮-૨૦૨૩ના રોજ બી.સી.એ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી બી.સી.એ. સેમેસ્ટર-2, સેમેસ્ટર-૪ અને સેમેસ્ટર-6માં યુનિવર્સિટીના પરિણામ મુજબ કોલેજ કક્ષાને સૌથી વધુ ગુણ મેળવનાર ટોપ ૧૦ વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે શ્રી માધવજીભાઈ માંગુકીયા, (એમ.ડી. લેન્ડમાર્ક) તેમજ જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીના પ્રમુખશ્રી ભરતભાઇ શાહ, માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી કાંતિભાઇ શાહ તેમજ મહેન્દ્રભાઇ સોલંકી હાજર રહ્યા હતા. તેમજ જીવન જયોત ટ્રસ્ટ,અમરોલી સંચાલિત શાળાના આચાર્ય શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બી.સી.એ. કો-ઓર્ડિનેટર જૈમિન શુક્લ,બી.બી.એ. કો- ઓર્ડીનેટર સ્વાતિ મહેતા, બી .કોમ. કો-ઓર્ડિનેટર ધરીત નાયક, બી.સી.એ. વિન્ટર કો-ઓર્ડિનેટર ડૉ.વિરલ પોલિશવાલા તેમજ સમગ્ર સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. ઇનામ વિતરણ કાર્યક્રમ ૨ ભાગમાં વહેચાયેલ હતો પ્રથમ ભાગમાં સૌ પ્રથમ ડૉ.લલિત બલદાણીયાને “ય ત ભવો તત ભવતિ” વિષય પર પ્રેરણાત્મક વક્તવ્ય રજુ કર્યું હતું. કાર્યક્રમના બીજા ભાગમાં શ્રેષ્ઠ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનો ના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણીના માર્ગદર્શન હેઠળ ડૉ. હિરલ પટેલ અને પ્રા. દમયંતી પટેલે કર્યું હતુ. અંતે આભાર વિધી ડો.જૈમીન શુક્લા અને ડો.વિરલ પોલીશવાલાએ કરી હતી. અંતે રાષ્ટ્રગીત થી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *