જવાહર નવોદય વિદ્યાલય બોરખડી મુકામે સુબ્રતો ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
જવાહર નવોદય વિદ્યાલય બોરખડી મુકામે સુબ્રતો ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત કોલ્હાપુર,નાસિક ,હિંગોલી મહેસાણા,પંચમહાલ દમણ,વડોદરાના કુલ્લ ૩૦૦ ઉપરાંત ખેલાડીયો એ ભાગ લીધો .ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન તાપી જીલ્લા રમતગમત પ્રાંત યુવા વિકાસ અધિકારી વિરલભાઈ ચૌધરી તેમજ મીતભાઈ ચૌહાણે કર્યું હતું તેમજ ખેલાડીયોને ખેલદિલીની ભાવના સાથે રમવાની જરૂરિયાત પર સમજ આપી, વિદ્યાલયના આચાર્ય શ્રી દીપકકુમાર વર્માએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.કાર્યક્રમનું સંચાલન આસિફ પરવેઝે કર્યું હતું. તેમજ મેદાન પરનું સંપૂર્ણ સંચાલન શારીરિક શિક્ષક અનુજ કુમાર શર્મા તેમજ મંગલા ચૌહાણે કર્યું હતું વરિષ્ઠ શિક્ષક શ્રી દાનારામ સીરવીએ આભાર પ્રદર્શન કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *