








મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન અમદાવાદના મહિપાલસિંહ વાળાને તેમના નિવાસસ્થાને ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વીર શહિદના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર શ્રી કિરીટભાઇ પરમાર, જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિત ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત રહીને વીર શહીદને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામના મૂળ વતની મહિપાલસિંહ વાળા ઈન્ડિયન આર્મીમાં જમ્મુ કશ્મીરના કુલગામમાં થયેલી અથડામણમાં વીરગતિ પામ્યા છે. શહીદના નિવાસસ્થાને રાષ્ટ્રીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી હતી. શહીદયાત્રામાં વિરાટનગર-ઓઢવ ખાતે ઉપસ્થિત પ્રચંડ જનમેદનીએ શહીદને ભવ્ય વિદાય આપી હતી