રક્તદાન શીબીર


કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
રોટરી કલબ વ્યારા અને તાપી-કરજણ એલ.આઈ.એસ. પ્રોજેક્ટ – એલ & ટી. ક્ન્સટ્રક્શન, સાતકાશી સાઈટ, સોનગઢ તાલુકા (વ્યારા થી આશરે 55-60 કીમી) ના સંયુક્ત ઉપક્રમે અને એલ. કે. પટેલ રક્તદાન કેન્દ્ર, વ્યારા ના સહયોગ થી તા. 5-8-2023 ને શનિવાર ના રોજ સાતકાશી, તા. સોનગઢ મુકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11.00 કલાક થી બપોરે 2.00 સુધી ચાલેલ શીબીરમાં કુલ 30 યુનીટ (બોટલ) લોહી એકત્ર કરવામાં આવ્યું. એલ & ટી. ક્ન્સટ્રક્શનની પ્રોજેક્ટ સાઈટ ના અધીકારગણ : પ્રોજેક્ટ મેનેજર – આર. બાલાજી, ડીજીએમ – અરૂણ બાંદેકર, પ્રોજે. એકાઉન્ટટ – અમીત પોહનકર નો સહયોગ પ્રાપ્ત થયો. તેમજ તેમણે રક્તદાન પણ કર્યું. એલ. કે. પટેલ રક્તદાન કેન્દ્ર, વ્યારા તરફે ડૉ. શાંતીલાલ ચૌધરી તથા તેમની ટીમે હાજર રહી રક્તદાન શીબીર ની કામગીરી સુપેરે પાર પાડી હતી. એલ. કે. પટેલ રક્તદાન કેન્દ્ર, વ્યારા તરફ્થી તાપી-કરજણ એલ.આઈ.એસ. પ્રોજેક્ટ – એલ & ટી. ક્ન્સટ્રક્શન, સાતકાશી સાઈટ ના પ્રોજેક્ટ મેનેજર – આર. બાલાજી, તથા રોટરી કલબ વ્યારાના પ્રતીનિધીને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. રોટરી કલબ વ્યારા ના રાજેશ શેઠ, રીનલ ગાંધી તથા ગૌરાંગ દેસાઈ એ હાજર રહી શીબીરને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *