‘હમ હિન્દુસ્તાની’: સુદાનથી પરત ફરેલા રાજકોટવાસીઓ દ્વારા સરકારનો ઋણસ્વીકાર કાર્યક્ર્મ યોજાયો

“ઓપરેશન કાવેરી” એ સરકારની ભારતીય નાગરિકો પ્રત્યે જવાબદારીની ભાવના અને સમયસૂચકતાના ઉદાહરણરૂપ છે.-મંત્રીશ્રી પુરૂષોતમભાઈ રૂપાલા

કેન્દ્ર સરકાર દ્વારા “ઓપરેશન કાવેરી” અંતર્ગત સુદાનની ગૃહયુદ્ધની પરિસ્થિતિમાં  ફસાયેલા ૩ હજારથી વધુ ભારતીય નાગરિકોને સલામતીપૂર્વક સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. જેમાં સુદાનથી પરત ફરેલા રાજકોટવાસીઓ તરફથી સરકારનો ઋણસ્વીકાર કાર્યક્રમ અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ અને હિન્દુ ઇકોનોમિક ફોરમ દ્વારા પેટ્રિયા સ્યુટસ ખાતે યોજાયો હતો.

        આ કાર્યક્રમમાં પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, સુદાનની  ગૃહ યુદ્ધની કપરી પરિસ્થિતિમાં ભારત સરકારે  “ઓપરેશન કાવેરી” દ્વારા નાગરિકોને સહીસલામત વતન પહોંચાડ્યા છે. આ બધું વીર જવાનો અને માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય ઈચ્છા શક્તિ તેમજ દેશની વિદેશનીતિને લીધે શક્ય બન્યું છે.

        કુદરતી સંસાધનોથી સભર નાઈલ નદીના સુદાન પ્રદેશમાં જોખમકારક રાજકીય પરિસ્થિતિ સર્જાતા સમયસૂચકતા દાખવી સરકારે આ રેસ્કયુ ઓપરેશન પાર પાડ્યું. ભારતની વિદેશમાં ઉભરતી છબી અને તિરંગાની તાકાતથી આ રેસ્ક્યુ ઓપરેશન સફળ બન્યું છે અને ૮૦૦ જેટલા રાજકોટવાસીઓ “ઓપરેશન કાવેરી” હેઠળ વતન પરત ફર્યા છે. વિશ્વમાં કોઈપણ સમસ્યાનો પુકાર થાય ત્યારે મદદે આવનાર દેશ તરીકે ભારતનું સ્થાન મોદીજીએ પ્રસ્થાપિત કર્યું છે.

        આજે સવારે જ મોદીજીએ એકસાથે ૫૦૦થી વધુ રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રકલ્પનું ઉદ્ઘાટન કર્યું છે. આમ, પ્રધાનમંત્રીશ્રીએ વિકાસને એક અલગ જ સ્કેલ પર પહોંચાડ્યો છે, તેમ મંત્રીશ્રી રૂપાલાએ ઉમેર્યું હતું, મંત્રીશ્રીએ સરકારનો ઋણસ્વીકાર કરવા માટે સુદાનથી પરત ફરેલા ભારતીયોને અને આયોજકોને અભિનંદન આપ્યા હતા.

        કાર્યક્રમની શરૂઆત દેશભક્તિના સંગીતથી થયા બાદ મંત્રીશ્રીનું સ્વાગત સ્વામી વિવેકાનંદની મૂર્તિ દ્વારા તથા મહાનુભાવોનું પુસ્તક અને અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પરત ફરેલ રાજકોટવાસીઓ વતી રોશનીબેન જૂઠાણીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીશ્રીના કાર્યક્ર્મ બાદ પરત ફરેલા સુદાનવાસીઓએ દેશભક્તિના ગીતોની મોજ માણી હતી.

        આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, મેયરશ્રી ડો. પ્રદિપ ડવ, સંસદસભ્યોશ્રી મોહનભાઈ કુંડારીયા તેમજ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય સર્વેશ્રી શ્રી દર્શિતાબેન શાહ તેમજ શ્રી રમેશભાઈ  ટીલાળા, અગ્રણીશ્રી મુકેશભાઈ દોશી તેમજ પક્ષના અન્ય હોદ્દેદારો, સંતશ્રી પરમાત્માનંદ સરસ્વતી, વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM