જિલ્લા કલેક્ટરશ્રી એન. એન દવે ની અધ્યક્ષતામાં ” જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

ઈકબાલ મેમણ હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી એન. એન દવે ની અધ્યક્ષતામાં " જિલ્લા સ્વાગત કાર્યક્રમ" કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૮ અરજીઓનું સુખદ સમાધાન કરવામાં આવ્યું. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.
    આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે આજના આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લોકો પ્રશ્નોનુ સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું છે. લોકોના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ કરવા માટે સરકાર અને વહીવટીતંત્ર કટિબદ્ધ છે. વધુમાં કલેકટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
    આ કાર્યક્રમમાં જમીન દબાણ, ખેતી લાયક જમીનમાં પ્રવેશવાના રસ્તાની રજૂઆત, જમીનના બોજા નોંધણી, જમીન સર્વે,પ્લોટ ફાળવણી, આવાસ યોજના વગેરે જેવા લોક પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
   આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રીટાબેન, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦૦૦૦૦

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM