સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન,અમરોલીમાં આંતર-વર્ગ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન

જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રો.વી.બી.શાહ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ , વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ , સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલી દ્વારા આંતર-વર્ગ સાંસ્કૃતિક સ્પર્ધાઓ જેવી કે આરતી થાળી ડેકોરેશન, મટુકી ડેકોરેશન તેમજ રાખડી સ્પર્ધાનું આયોજન તા.૨૪-૦૮-૨૦૨૩ના કરવામાં આવ્યુ હતું. જેમાં શ્રીદિપકભાઈ ખેની અને નીલા વરીયા એ નિર્ણાયક તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી. પ્રિ.ડો.મુકેશ ગોયાણી અને બીસીએ કો-ઓર્ડિનેટર ડૉ. જૈમિન શુક્લ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધાઓમાં 80 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા તરીકે  મટુકી ડેકોરેશન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક સાવલિયા હીર (SYBCA) અને ગધેચા હેત (FYBCA), દ્વિતીય ક્રમાંક સિથાનવાળા વૈભવી (SYBCA) અને પરમાર જલક (FYBCA),તૃતીય ક્રમાંક વારલેકર સૃષ્ટિ (SYBCA) અને કાછડિયા ધ્રુવી  (TYBCA), અને આશ્વાસન ઈનામ પીપળીયા ફોરમ (FYBCA) ,આરતી થાળી  ડેકોરેશન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રજાપતિ મહેક (FYBCA) અને પડસાળા સુજલ (SYBCA), દ્વિતીય ક્રમાંક ઘોરી નેન્સી અને ગજેરા મીત (SYBCA),તૃતીય ક્રમાંક પ્રજાપતિ માનસી અને સરવૈયા જય (FYBCA) અને આશ્વાસન દેવાની દ્રષ્ટિ (SYBCA) ,રાખડી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક રૂપાણી જાન્વી (TYBCA) અને પાનસુરીયા કેયૂર (SYBCA), દ્વિતીય ક્રમાંક ભટસાના તુલસી અને પરમાર રાજ (SYBCA),તૃતીય ક્રમાંક કળથીયા દ્રષ્ટિ (SYBCA) અને ઇટાલીયા હિરવ (FYBCA) અને આશ્વાસન મોદી ખુશી (SYBCA) પર  રહ્યા. સ્પર્ધાનું સંચાલન પ્રિ.ડો.મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ ડો.રાગિની પ્રસાદ તેમજ પ્રા. કૃપાલી પટેલ અને પ્રા.નેન્સી મોદીએ તે સફળતાપૂર્વક કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM