ઓલપાડની સોંદલાખારા સહકારી મંડળી ખાતે રૂ.૧૪ લાખના ખર્ચે નવનિર્મિત ૨૭ કિલો વોટના ‘સોલાર રૂફ ટોપ’ વીજળી પ્લાન્ટનું લોકાર્પણ કરતાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

રિપોર્ટ,મયુર પટેલ

 ગામડાઓમાં પૂરતા વીજ દબાણથી સાતત્યપૂર્ણ વિજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ


 અઢાર હજાર ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે:

વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના ધી સોંદલાખારા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ સહકારી મંડળી લિ.ના ૨૭ કિલો વોટના ‘સોલાર રૂફ ટોપ’ વીજળી પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું.
સોંદલાખારા ગામે દૂધ મંડળીના હોલમાં આયોજિત પ્રસંગે વનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વાડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વીજળીના ઉત્પાદનમાં ભારત અનન્ય સિદ્ધિ મેળવી રહ્યું છે, દેશના જે ગામડાઓમા વીજળી ન હતી ત્યાં વીજળી પહોંચાડી છે. અઢાર હજાર ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. એક સમયે રાત્રે વીજળીના સ્ત્રોત તરીકે કેરોસીનના દિવા, ફાનસ કે મીણબત્તીનો ઉપયોગ થતો હતો. અત્યારે ૨૪ કલાક વીજળી ગામે ગામ મળી રહી છે. દરેક ગામડામાં પૂરતા વીજ દબાણથી સાતત્યપૂર્ણ વિજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સોલાર રૂફ ટોપ યોજના સહિતની યોજનાનો લાભ મેળવી ઈકો ફ્રેન્ડલી અને પુન:પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત થકી કાર્બન ઉત્સર્જન ઘટાડવા સહભાગી બનીએ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમજ તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીના સપનાને અનુસરતા સૌર ઉર્જાને પ્રોત્સાહન આપતા અનેકવિધ પ્રોજેકટ્સ કાર્યરત છે એમ જણાવતા વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દેશમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ઉપયોગમાં લેવાતી વીજળીના ૫૦ ટકા વીજળી રિન્યુએબલ એનર્જી અંતર્ગત સૌર ઉર્જાથી ઉત્પન્ન કરવાની સરકારની નેમ છે, જેમાં રાજ્ય સરકાર પણ મહત્વપુર્ણ યોગદાન આપશે એમ જણાવી સોલાર સિસ્ટમનો ઉપયોગ કરી વિજળીની બચત કરવાનું ભગીરથ કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો છે.
મંત્રીશ્રીએ સોંદલાખારા સહકારી મંડળી ખાતે સમુલ ડેરી દ્વારા ૨૭ કિલોવોટના ‘સોલાર રૂફ ટોપ’ વીજળી પ્લાન્ટનું નિર્માણમાં આર્થિક સહયોગ અપાયો છે, જેનાથી વીજળી સાથે મૂડીની પણ બચત થશે, જેનો સીધો ફાયદો મંડળીના સભાસદોને થશે. તેમણે ઈસરોના વૈજ્ઞાનિકોની અથાગ મહેનતથી ચંદ્રયાન-૩ મિશનની સફળ બન્યું છે એમ જણાવી ઇસરોની ટીમ અને વૈજ્ઞાનિકોની સરાહના કરી હતી.


આ પ્રસંગે સુમુલ ડેરીના ડિરેક્ટરશ્રી જયેશભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમિતભાઇ પટેલ, સોંદલાખારા સહકારી મંડળીના પ્રમુખશ્રી વસંત પટેલ, ઉપપ્રમુખશ્રી ધર્મેશ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી મનહર પટેલ, જયેશ એમ.પટેલ, બળવંત પટેલ, સહિત મંડળીના સભાસદો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM