ડાંગ જિલ્લા શાળાકીય યોગાસન સ્પર્ધા

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ડાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા એસ.જી.એફ.આઈ. અંડર 14,17,19 સ્કુલ ગેમ્સ તાલુકા અને જિલ્લા કક્ષાની રમતો સ્પર્ધામાંથી ડાંગ જિલ્લા કક્ષાની શાળાકીય 19 રમતોમાંથી આજેથી સરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે ડાંગ જિલ્લા શાળાકીય યોગાસન સ્પર્ધા થી શરૂ થઈ. જેમાં અંદર 14, 17 અને 19 ભાઈઓ બહેનો માટે ત્રણ કેટેગરીમાં યોગ સ્પર્ધા યોજાઈ. વ્યક્તિગત યોગ ચેમ્પીયન શીપ, આર્ટીર્સ્ટીક( ટ્રેડિશનલ) યોગ ચેમ્પીયન શીપ અને રિધમિક યોગ ચેમ્પીયન શીપ કન્વીનર શ્રી પ્રોજેશ ટંડેલ અને સહકન્વીર શ્રીમતિ મનિષા ગામીત માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી અકુંર જી. જોષી, યોગમાં પી. એચ. ડી. થયેલા હરદ્વારના ડો. યોગી સ્વામી અરુનાનંદ મુનિ, 32 વર્ષથી ડાંગ ખાતે યોગ તજજ્ઞ તરીકે સેવા આપનાર નિવૃત્ત ગ્રંથપાલ શ્રી ડી. બી. મોરેની ઉપસ્થિતિમાં યોજાયો
જયારે તેજલ ગાયકવાડ, સંતોષ પવાર, મહાલા જયેશ, વાઘેલા ભાવેશ એ યોગાસન સ્પર્ધા પંચ તરીકે સેવા આપી.
ડાંગ જિલ્લા યોગ સ્પર્ધકમાં 80થી વધારે યોગ સ્પર્ધકોએ ભાગ લીધો.આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરીના આચરી કોચ જીતેન્દ એમ. રાજપુત, જુ. કલાર્ક ચોધરી કૌશિકની ઉપસ્થિતિ સફળ રહ્યો..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *