
ચાકડા બનાવવાની સ્પર્ધામાં હિંમતનગર તાલુકાની મહિલા મોરચો પ્રથમ ક્રમે

ઈકબાલ મેમણ હિંમતનગર
રક્ષાબંધન પર્વ નિમિત્તે દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ની રક્ષા કાજે સાબરકાંઠા જીલ્લા મહિલા મોરચા ની બહેનોએ સ્વહસ્તે 1200 રાખડી બનાવીને પ્રધાનમંત્રી ને આ રાખડીઓ અર્પણ કરવા માટે પ્રદેશ કાર્યાલય ‘ ‘ શ્રી કમલમ્ ” ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ ની અધ્યક્ષતા માં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ મહિલા મોરચાના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા અને પ્રદેશ મ. મો. ના અધ્યક્ષ શ્રીમતિ દિપિકાબેન સરડવા ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે રાષ્ટ્રીય હાથશાળ ( હેન્ડલુમ ) દિવસ ની ઉજવણી મ. મો. દ્વારા આખું સપ્તાહ કરવામાં આવેલ હતી.ગુજરાત પ્રદેશ ના દરેક જીલ્લા માંથી આપણી પરંપરાગત સુશોભન માટે યોજાયેલ ચાકડા બનાવવાની સ્પર્ધા માં શ્રેષ્ઠ ચાકડા પ્રદેશ કાર્યાલય લાવી પ્રથમ ત્રણ ચાકડા બનાવનાર જીલ્લા નું પ્રદેશ પ્રમુખ સી આર પાટિલજી ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યુ.
ગુજરાત રાજ્યના 33 જિલ્લા માંથી પ્રથમ નંબર સાબરકાંઠા જીલ્લા નો આવ્યો. જિલ્લા પ્રમુખ શ્રીમતિ નીલાબેન પટેલ નું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતુ.જીલ્લા પ્રભારી ડૉ સુશીલાબેન પટેલ અને મહામંત્રી શ્રીમતિ કાજલબેન દોશી, લીનાબેન વ્યાસ ને પણ સન્માનિત કયૉ હતા
હિંમતનગર તાલુકાના શ્રીમતિ ભાવનાબેન પંડયાએ આવાસ યોજનાનો ચાર લોગો વાળો ખૂબ જ સુંદર હાથના ભરતગૂંથણ વાળો ચાકડો બનાવીને સાબરકાંઠા જીલ્લા નું ગૌરવ વધારયુ છે.પ્રદેશ તથા જીલ્લો ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
જીલ્લા પ્રભારી ગજેંદ્રભાઈ સક્સેના, જે. ડી. પટેલ તથા વિજયભાઇ પંડયા, કનુભાઈ પટેલ એ શુભેચ્છા પાઠવી હતી.
સપ્તાહ દરમિયાન જીલ્લા માં હાથશાળ નું કાર્ય કરતા પરિવાર ની મુલાકાત લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું.ઈડર વિધાનસભા મ.મો. ની બહેનો ધારાસભ્ય રમણલાલ વોરા તથા કાર્યકતૉ સાથે હેન્ડલુમ વૉક બહેનોએ હેન્ડલુમ ના વસ્ત્રો પરિધાન કરી પ્લેકાર્ડ સાથે પદયાત્રા કાઢી.
તલોદ વિધાનસભા મ મો ની બહેનો એ મહિલા અને બાળવિકાસ ચેરમેન રેખાબા ઝાલા અને સંગઠન પ્રમુખ તથા કર્યકતૉ ઓની ઉપસ્થિત માં કૉલેજ ની દિકરીઓ દ્વારા ફૅશન શો નું આયોજન કરવામાં આવેલ હતું. 70 દિકરીઓ એ ફેશન શો માં ભાગ લીધેલ હતો એક થી પાંચ વિજેતાઓ ને ઈનામ આપી પ્રોત્સાહિત કયૉ હતા અને હેન્ડલુમ ની વસ્તુઓ-વસ્ત્રો ની ખરીદી કરી હેન્ડલુમ ને પ્રોત્સાહન આપ્યુ જીલ્લા મહિલા મોરચાની તમામ મંડલ ના પ્રમુખ- મહામંત્રીશ્રી ઓ ને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માન્યો હતો.
