પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વાંટડા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન અપાયું

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

મોડાસા તાલુકાના વાંટડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તા-૨૮-૮-૨૩ ને શ્રાવણીયા સોમવાર ના દિવસે ગામના જ રેવાભાઈ દુદાભાઈ દ્વારા તિથી ભોજન કરાવવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતાં ૧૩૦ વિદ્યાર્થીઓને તિથિ ભોજનમાં શાળા સ્ટાફ ના કાંતિભાઈ વણકર અસ્વીનભાઈ પટેલ નયનાબેન પુવાર તથા રસોઇયા મીનાબેન તથા મદદનીશ સરોજબેન દ્વારા બનાવવામાં આવેલ દાળબાટી નું પૌસ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતું. શાળાના ૧૩૦ જેટલા બાળકોએ ભોજન આરોગીને ખુશી વ્યક્ત કરી હતી. અંતમાં શાળા ના આચાર્ય યુવરાજસિંહ પુવારે દાતા નો આભાર માન્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *