અરવલ્લી જિલ્લા ICDS હસ્તકના આંગણવાડી કેન્દ્રોમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લા ICDS હસ્તકના આંગણવાડી કેન્દ્રો માં માનનીય પ્રોગ્રામ ઓફિસરશ્રી ના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધન ના પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી.જેમાં નાના ભૂલકાઓએ રાખડી બાંધીને અનોખી ઉજવણી કરી હતી.

રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમનો પ્રતીક છે.શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈનાં હાથનાં કાંડા પર રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા કરવાનું વચન માંગે છે. આ દિવસે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. રાખડીનો બંધાયેલો દોરો ભાઈ બહેનનાં પ્રેમને મજબૂત તાંતણે બાંધે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *