કચ્છ ધરખમ રાજકીય આગેવાન ગુમાવ્યો સ્વ.ગોવિંદભાઈ ખોખાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ

માધાપર નિવાસી અને ઝુજારુ નેતા એવા ગોવિંદભાઈ ખોખાણીની આકસ્મિક વિદાયથી કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ સહિત સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ પરિવાર ઘેરા શોકની લાગણી વ્યકત કરે છે . સ્વ . ગોવિંદભાઈ ખોખાણીને શ્રધ્ધાંજલી અર્પણ કરતા કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , ગોવિંદભાઈ એ સાચા અર્થમાં અદના સમાજ સેવક હતા . વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૫ સુધી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તેમની સાથે સહભાગી બનીને કામ કરવાની પળો આજે પણ અવિસ્મરણીય છે . ગોવિંદભાઈની વિદાયથી સમાજને એક સમર્થ નેતા ગુમાવ્યાની ખોટ પડી છે જે કયારેય પુરી શકાય એમ નથી . આ દુઃખની ઘડીએ મારા સહિત સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ પરિવાર તેમના પરિવારજનોની પડખે છે કમલમ દૈનિક,અજય ખત્રી- કચ્છ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *