વિકાસ ક્ષેત્રે કચ્છ બનશે દેશ ની આગવી ઓળખ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કચ્છ ની બે દિવસના બદલે એક દિવસ ની મુલાકાતે આવી રહ્યા છે.

આ દરમ્યાન તેઓ દેશમાં વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં સમા વિશ્વના સૌથા મોટા હાઈબ્રિડ પાર્ક અને માંડવી ખાતે ડીસેલિનેશન પ્લાન્ટનો શિલાન્યાસ કરશે.

વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ્સના વૈકલ્પિક ઊર્જા માધ્યમથી વીજ ઉત્પાદનનાં મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય તરફ આગળ વધતી મોદી સરકાર માટે વિશ્વનો આ સૌથી મોટો પ્રોજેકટ એક હરણફાળ છે અને પાકિસ્તાનને જોડતી સરહદ નજીકનું નિર્માણ હરિત ઊર્જા ઉત્પાદનમાં ક્રાંતિકારી બની રહેશે .જ્યારે કચ્છ માટે સીમા સુરક્ષાની નજરે, વિશાળ ભૂમિવાળા પ્રદેશનો ઔદ્યોગિક ઉપયોગ અને વિન્ડ -મિલો ઐતિહાસિક બદલાવ લાવતો પ્રકલ્પ બની રહેવાનો છે.

જિલ્લાનાં ઔદ્યોગિક વિકાસ માટે ભૂકંપ પછી વિકાસનો આ બીજો મહત્ત્વનો તબક્કો બનીને નવું રોકાણ લાવવાની સાથે મહત્વ નું બની રહેશે .આ સંદર્ભે એ મળતી વિગતો મુજબ, ભારત-પાકિસ્તાનની સરહદ નજીકનાં વિઘાકોટથી રાજસ્થાનને જોડતા લાંબા વિસ્તારમાં કેન્દ્રએ બે પ્રોજેકટને મંજૂરી આપી છે.

એક છે રાજસ્થાનના જેસલમેર જિલ્લા નજીકનો વિસ્તાર અને બીજો કચ્છનાં ખાવડાથી વિઘાકોટ સુધીનો વિસ્તાર.

કચ્છની રણ સીમાએ છ કિ.મી.ના વર્તુળનું ક્ષેત્ર એ પવનચક્કી દ્વારા ઊર્જા તેમજ સૂર્યઊર્જા ઉત્પાદન અને બંનેનાં સંયુકત રીતે ઉત્પાદન (હાઈબ્રિડ પ્રોજેકટ)થી આવરી લેવામાં આવ્યું છે.

ખાવડાથી લઈને સીમા સુધીની એક લાખ હેકટર જમીન વેસ્ટલેન્ડ છે. ગુજરાત સરકારે વિવિધ છ સરકારી-ખાનગી કંપનીઓને જમીન ફાળવવાની પ્રક્રિયા પૂરી કરી દીધી છે.ગુજરાત સરકારે જુલાઈમાં મંજૂરી આપી હતી. આ પહેલાં આર્મી અને બીએસએફનો અહીં અંકુશ હોવાથી કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે 72,600 હેકટર વિસ્તારને ગત એપ્રિલ-2020ના મહિનામાં લીલીઝંડી આપી દીધી હતી.પ્રથમ તબક્કે 72,600 તેમજ બાકીના વિસ્તારમાં બે ખાનગી કંપની સહિત પાંચ કંપની હાઈબ્રિડ પ્રોજેકટનાં કામનો આરંભ કરશે.49,600 હેકટર માત્ર હાઈબ્રિડ પાર્ક માટે હશે. ગુજરાત સરકારે 40 વર્ષ માટે લીઝ પર બહાલી આપી છે. આ એક લાખ હેકટર વિસ્તાર એટલે મુંબઈ મહાનગર કરતાં મોટું ક્ષેત્ર છે અને સરકારની એવી યોજના હોવાનું મનાય છે કે બાકીની જમીન પણ ગ્રીન એનર્જી માટે ઉપયોગમાં લેવાય.પ્રથમ તબક્કામાં અનુમતિ મળી છે એ 41,500 મેગાવોટ વીજ ઉત્પાદન શરૂ થઈ જશે પછી તેની ક્ષમતા એટલી હશે કે દક્ષિણ ભારતના ચાર રાજ્યને એકલે હાથે વીજ પુરવઠો પૂરો પાડી શકાય. સરકારી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ હાઈબ્રિડ પ્રોજેકટ એ રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વના એવા કેટલાક પ્રોજેકટ પૈકીનો એક છે, જેના પર વડાપ્રધાનની છેલ્લા બે વર્ષથી સીધી નજર છે અને એક સમયે પીએમઓએ ગુજરાતને જમીન કાર્યવાહી માટે તાકીદ પણ કરી હતી. સપ્ટેમ્બરમાં કેન્દ્રીય વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, `હરિત ભવિષ્ય; 41.5 ગીગાવોટનો’ રિન્યુએબલ પ્રોજેકટ 1.35 લાખ કરોડનું રોકાણ લાવશે.’ આ પહેલાં આ પ્રોજેકટ 30 ગીગાવોટનો હતો. આ પ્રોજેકટનું પડોશી દેશ સાથેનાં સંબંધોને લઈને સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્ત્વ નું છે.આ વિન્ડમિલો, સોલાર પેનલો તથા તેમાં કામ કરનારા કર્મચારીઓ-વાહનોનો ધમધમાટ થી બોડર વિસ્તાર જાગૃત થશે અને દેશ ની સીમા સુરક્ષા નો એક અંગ બની રહેશે.`જેટલું રોકાણ 20 વર્ષમાં આવ્યું, એટલું માત્ર 4-5 વર્ષમાં આવશે” ભૂકંપ પહેલાં કચ્છમાં કુલ 2500 કરોડ આસપાસ ઔદ્યોગિક રોકાણ હતું, આ આપત્તિ પછી ટેકસ હોલીડે મળ્યો અને બંદરીય વિકાસ થયો એ દરમ્યાન તબક્કાવાર અત્યારે 20 વર્ષ દરમ્યાન દોઢ લાખ કરોડ જેટલું રોકાણ આવ્યું, પરંતુ હવે હાઇબ્રિડ પ્રોજેકટથી આગામી 4-5 વર્ષમાં એટલું જ વધુ રોકાણ આવશે.’ એવો આશાવાદ શ્રી ફડકેએ વ્યક્ત કર્યે છે. જિલ્લાના ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ હેકટરમાંથી વિન્ડ માટે 23,000 હેકટરમાં એસઈસીઆઈ’ એસોસિયેશનનાં એમ.ડી. નિમિષ ફડકેએ જણાવ્યું હતું કે, કચ્છની સીમાએ વિશાળ જમીનના સદ્ઉપયોગની સાથે સાથે ગ્રીન ઊર્જા ઉત્પાદનનાં પોતાનાં ઊંચા લક્ષ્યને આગળ વધારતો આ હાઇબ્રિડ પ્રોજેકટ આગામી 4-5 વર્ષમાં માત્ર આ પ્રોજેકટમાં જ દોઢ લાખ કરોડનું નવું રોકાણ આવવા ની આશા છે,આમ કચ્છ ની ભૌગોલિક અને નેશર્ગીક સંપત્તિ નું યોગ્ય ઉપયોગ લઈ કચ્છ ના લોકો માટે રોજગારી ની વિપુલતકો ઉપલબ્ધ થવાની સંભાવના ઓ સરકાર સેવી રહી છે.આમ વિકાસ ક્ષેત્રે કચ્છ હવે દેશ ની આગવી ઓળખ બનવા જઈ રહ્યું છે. કમલમ દૈનિક અજય ખત્રી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM